ઓકલાએ શેર કર્યો 5જી મેપ, 294 શહેરોમાં મળી રહી છે સર્વિસ


નવી દિલ્હી, 17 મે 2019, શુક્રવાર

યૂએસની ડેટા સ્પીડ ચેક કરતી કંપની ઓકલાએ પોતાનો પહેલો ઈંટરૈક્ટિવ 5જી મેપ શેર કર્યો છે. આ મેપમાં દુનિયાના એ શહેરોને હાઈલાઈટ કરવામાં આવ્યા છે જ્યાં 5જી નેટવર્ક ડેવલપ થઈ રહ્યા છે. કંપનીએ ઓફિશિયલી જણાવ્યું છે કે મેપથી યૂઝર્સને તે શહેરોના નામ સાથે વિગતવાર જાણકારી મળશે. યૂઝર્સ આ મેપની મદદથી એ ઓપરેટર્સ વિશે પણ જાણી શકશે જે 5જી સર્વિસ શરૂ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં જ્યાં પણ 5જી સર્વિસનો ઉપયોગ થાય છે તેના વિશેની અપડેટ 5જી મેપમાં દેખાડશે. 

મેપમાં મળશે આ જાણકારી

ઓકલાએ યૂઝર્સને શહેરોના નામ, 5જી સર્વિસ શરૂ કરી ચુકેલા ઓપરેટર્સ અને તે ક્ષેત્રમાં 5જી નેટવર્કની સ્થિતિ વિશે સંપૂર્ણ જાણકારી આપી છે. આ વિગતોને એક પિન જનરેટ કરી મેળવી શકાય છે. મેપને મર્યાદિત અને કમર્શિયલ એમ બે સ્ટેટસમાં વિભાજીત કરાયો છે. 

ભારતમાં મેપ

ઓકલાએ લોન્ચિંગ સમયે દુનિયાભરમાં 303 5જી ડેપ્લોમેંટ્સ પસંદ કર્યા છે જે 294 શહેરમાં 20 ઓપરેટર્સ આપે છે. જો કે ભારતમાં 5જી નેટવર્ક માટે કોઈ ઈમ્પ્લીમેંટેશન નથી આપવામાં આવ્યું એટલા માટે તેમાં સ્વિટ્ઝરલેન્ડ પહેલા સ્થાને છે જ્યાં 217 શહેરોમાં સૌથી આધુનિક 5જી સર્વિસનો ઉપયોગ થાય છે. 

10 ગીગાબિટ સુધી સ્પીડ ટેસ્ટ

આ પહેલા કંપનીએ ઘોષણા કરી હતી કે તેની ડેટા સ્પીડ ટેસ્ટ કરી એપ 10 ગીગાબિટ સુધી સ્પીડ ટેસ્ટ કરી શકે છે. જે ઉદ્યોગ અને વ્યક્તિગત ગ્રાહકો માટે સ્પીડ ટેસ્ટ કરવા સમર્થ છે. દુનિયાભરમાં ગ્રાહકો માટે 5જીની કમર્શિયલ ઉપલબ્ધતા વધી રહી છે. તેથી સ્પીડ ટેસ્ટને માપવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LQvkCE
via Latest Gujarati News

Post a Comment

0 Comments