નવી દિલ્હી, તા. 17 મે 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન 19મી મેએ થવાનું છે અને આજે સાંજે 50 સીટો પર ચૂંટણી પ્રચાર શાંત થયો છે. ચૂંટણીપંચના આદેશ બાદ પશ્ચિમ બંગાળની 9 લોકસભા સીટ પર ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે જ શાંત થઇ ગયો છે. જે બાદ બાકીની 50 સીટો પર આજે પ્રચાર પડઘમ શાંત થયો છે.
દેશની 59 સીટો પર 19મીં મેએ 7માં તબક્કાનું મતદાન ઉત્તરપ્રદેશની 13, ચંદીગઢ, મધ્યપ્રદેશની 8, ઝારખંડની 3, બિહારની 8, હિમાચલ પ્રદેશની 3, પશ્ચિમ બંગાળની 9 અને પંજાબની 13 સીટો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં મતદાન થવાનું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WVILCt
via Latest Gujarati News
0 Comments