માર્ચ, 2014થી ડિસેમ્બર, 2018 સુધીમાં દેશના દેવામાં રૂ. 30 લાખ કરોડનો વધારો


માર્ચ, 2014થી ડિસેમ્બર, 2018 સુધીમાં જાહેર દેવામાં 57 ટકાનો વધારો થયો છે અને તે રૂ. 83,40,026 કરોડે પહોંચી ગયું છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

ભાજપ નેતૃત્ત્વવાળી સરકાર પર અર્થતંત્રને ખાડામાં નાખવાનો આક્ષેપ મૂકતા કોંગ્રેસે આજે દાવો કર્યો હતો કે મોદી શાસનના ૫૭ મહિનામાં જાહેર દેવામાં ૩૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

નાણા મંત્રાલયના દસ્તાવેજોનો સંદર્ભ આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે માર્ચ, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં જાહેર દેવામાં ૫૭ ટકાનો વધારો થયો છે અને તે ૮૩,૪૦,૦૨૬ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે. 

સૂરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે માર્ચ, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીના ગાળામાં મોદી સરકારે ૩૦,૨૮,૯૪૫ કરોડ રૂપિયાની લોન લીધી છે. માર્ચ, ૨૦૧૪ સુધી દેશનું દેવું ૫૩,૧૧,૦૮૧ કરોડ રૂપિયા હતું જે વધીને ડિસેમ્બર, ૨૦૧૮માં ૮૩,૪૦,૦૨૬ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે.  સૂરજેવાલાએ દાવો કર્યો છે કે મોદી સરકારની અયોગ્ય આર્થિક નીતિઓને કારણે જીવન ગુજારવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ સામાન્ય માનવીના માથે દેવું વધતું જાય છે. 

મોદી સરકારના ૪ વર્ષ ૯ મહિનાના શાસનકાળમાં દેશના દરેક વ્યકિતના માથે ૨૩,૩૦૦ રૂપિયાનું દેવું વધી ગયું છે. માર્ચ, ૨૦૧૪માં વ્યકિત દીઠ દેવું ૪૦,૮૫૪ રૂપિયા હતું જે ડિસેમ્બર, ૨૦૧૮માં વધીને ૬૪,૧૫૪ કરોડ રૂપિયા થયું છે. સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે અમે ૭,૧૬,૭૦૦ કરોડ રૂપિયાનું વધારાનું દેવું શોેધી કય્યું છે જેના કારણે ભારતનું કુલ દેવું વધીન્ ૯૦,૫૬,૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UQtvEQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments