વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી આઇએસનો આકા બગદાદી જીવીત છે, વીડિયો સામે આવ્યો


આઇએસના સંપૂર્ણ ખાતમાનો સંકલ્પ લીધો 

બગદાદ, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

સમગ્ર વિશ્વમાં આતંક મચાવનારા આઇએસઆઇએસનો સ્થાપક અને સંચાલક આતંકી અબુ બકર અલ બગદાગી પાંચ વર્ષ બાદ ફરી સામે આવ્યો છે. બગદાદીએ એક વીડિયો જારી કર્યો છે, જેમાં તેણે શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેની ઉજવણી દરમિયાન ૨૫૦નો ભોગ લેનારા આઠ આતંકી હુમલાની જવાબદારી પણ બગદાદીએ આ વીડિયોમાં લીધી હતી. 

આ વીડિયોને આઇએસના મીડિયા અલ ફુર્કાન દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જેમાં બગદાદી પાસે બંદુક રાખીને અન્ય ત્રણ લોકોની સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. અન્ય ત્રણ લોકોના ચેહરાને બ્લર કરવામાં આવ્યા હોવાથી તેઓ કોણ છે તે વીડિયોમાં જણાતું નથી. 

આ પહેલા ૨૦૧૪માં બગદાદીનો વીડિયો પહેલી વખત સામે આવ્યો હતો, જેમાં બગદાદીએ આઇએસને સમગ્ર વિશ્વમાં ફેલાવવાની વાત કરી હતી, જોકે અમેરિકા, રશિયા સબીતના દેશોએ આઇએસની કમર તોડી નાખી છે અને સીરિયા, ઇરાકમાં મોટા પ્રમાણમાં સૈન્ય હુમલા કર્યા છે. દરમિયાન એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે અમેરિકા હવાઇ હુમલામા બગદાદી માર્યો ગયો છે.

પણ હવે અચાનક બગદાદી એક વીડિયોમાં સામે આવ્યો છે અને તેણે ખુલ્લેઆમ આતંક ફેલાવવાની ધમકી પણ આપી છે. પાંચ વર્ષ બાદ અચાનક બગદાદી સામે આવતા અમેરિકા સહીતના દેશો ચોંકી ઉઠયા છે અને હવે આઇએસના ખાતમા માટે વધુ આક્રામક રીતે ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. 

અમેરિકાએ અત્યાર સુધીમાં આઇએસના ખાતમા પાછળ છ અબજ ડોલરનો ખર્ચ કરી નાખ્યો છે. તેમ છતા આઇએસનો કમાન્ડર આતંકી બગદાદી જીવીતી છે. જેને પગલે હવે અમેરિકાએ પણ બગદાદીના ખાતમાનો સંકલ્પ કર્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે એક એક આતંકીઓને શોધી શોધીને મારવામા આવશે. હાલ બગદાદી ક્યાં છે તેની પણ અમે જાણકારી મેળવી રહ્યા છીએ. બગદાદી હાલ સીરિયા કે ઇરાકમાં હોવાની શક્યતાઓ છે કેમ કે આઇએસ હવે આ બે દેશોમાં પણ ક્યાંક જ અસ્વીત્વ ધરાવી રહ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XZZR21
via Latest Gujarati News

Post a Comment

0 Comments