રાહુલની નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયની નોટિસ નિરર્થક : પ્રિયંકા ગાંધી


(પીટીઆઇ) અમેઠી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

કોંગ્રેસ પ્રમુખ અને પોતાના ભાઇ રાહુલ ગાંધીને નાગરિકતા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફટકારેલી નોટિસને નિરર્થક ગણાવતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે શાસક પક્ષ ભાજપ હારી જવાના ડરના કારણે આવી કાર્યવાહી કરી રહી છે.

પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે મેં આવી નિરર્થક વાત ક્યારેય સાંભળી નથી. બધા જ જાણે છે કે રાહુલનો જન્મ ભારતમાં થયો છે અને તે અહીં જ મોટા થયા છે. 

સમગ્ર દેશ જાણે છે કે રાહુલ હિન્દુસ્તાની છે. તેનો જન્મ તેમની સામે થયો. તેમની સામે તે મોટો થયો. ગૃહ મંત્રાલય આવી નિરર્થક વાતો પર શા માટે ધ્યાન આપી રહ્યું છે?  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યાં છે અને ૬ મેના રોજ પાંચમાં તબક્કા હેઠળ અમેઠીમાં ચૂંટણી થવાની છે.  ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી પંદર દિવસની અંદર પોતાની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VBoHaJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments