
મુંબઇ તા. 11 મે 2019, શનિવાર
મુંબઇગરાને આ વર્ષની સૌથી વધુ શુદ્ધ હવા ગઇકાલે દસમી મેને શુક્રવારે સાંપડી હતી. આ દિવસે એર કવોલિટિ ઇન્ડેક્સ (હવાની ગુણવત્તાનો સૂચકાંક અર્થાત હવામાં પ્રદૂષણનું પ્રમાણ જણાવતો નિર્દેશાંક) ૬૯ નો હતો.
આ દિવસે સમગ્ર મુંબઇમાં હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણીની હતી. આ ઉપરાંત આજે અને આવતીકાલે પણ હવાની ગુણવત્તામાં વધુ સુધારો થવાની ધારણે છે. મુંબઇના દરિયાકિનારાના વિસ્તારમાંની ભારે પ્રમાણમાંની આદ્રતા (ભેજ)ને કારમે હવા આટલી સ્વચ્છ થયાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
આજે પણ મુંબઇમાં હવા પ્રદૂષણ તથા ૬૮નો એક્યુઆઇ રહેવાની ધારણા રાખવામાં આવી છે. દસમી મે અગાઉ આ મહાનગરમાં ૨૦૧૯ના વર્ષની સૌથી વધુ સ્વચ્છ હવા ૧૮મી એપ્રિલે નોંધાઇ હતી. તે દિવસે ૭૧ના એક્યુઆઇ સાથે સંતોષકારક શ્રેણીની હવા મુંબઇવાસીઓને પ્રાપ્ત થઇ હતી.
મુંબઇના વાતાવરણમાંના પ્રદૂષણને માપવાની કામગીરી કરતી સિસ્ટમ ઓફ એર ક્વોલિટિ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રીસર્ચ (એસએએફએઆર સફર)ની માહિતી મુજબ દસમીમેએ ભાંડુપ (એક્યુઆઇ ૨૬) અને વરલી (એક્યુઆઇ ૨૯)માં હવાની ગુણવત્તા સારી શ્રેણીની હતી જ્યારે મલાડ (એક્યુઆઇ ૯૩) અને નવી મુંબઇ (એક્યુઆઇ ૮૩)માં હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણીની હતી.
પશ્ચિમના ઝડપી પવનો તથા મુંબઇના દરિયાકિનારાના વિસ્તારમાંના ભેજમાં થયેલા વધારાને કારણે મુંબઇના વાતાવરણની હવાની પ્રધૂષકોના વહનની ક્ષમતા ઘટતા હવા સ્વચ્છ બની એમ સફરના પ્રોજેક્ટ ડિરેકટર ગુરફાન બેગે જણાવ્યુ ંહતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhaKFV
via Latest Gujarati News
0 Comments