પુણેના યુવાને કરી મુખ્ય પ્રધાન પાસે ઇચ્છા મૃત્યુની માંગણી


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 11 મે 2019, શનિવાર

લગ્ન માટે સતતથી પ્રયાસ કરીને પણ એનો પ્રતિસાદ મળતો ના હોવાથી અને મા બાપની સેવા કરવા યોગ્ય સાથી મળતો ના હોવાના કારણે પુણેના એક યુવાને છેક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે ઇચ્છા મૃત્યુ પામેટ પરવાનગી માગી છે.

પુણેના દત્તવાડી વિસ્તારમાં રહેનાર યુવાને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યા બાદ મુખ્ય પ્રધાને તરત જ એની નોંધ લીધી છે. આ નિરાશાના ખાઇમાં સપડાયેલા આ યુવાનનું મન માળવા માટે દત્તવાજી પોલીસોને સફળતા મળી છે. હું મારા નાકારા પણના કારણે ખુશીથી ઇચ્છા મૃત્યુની માગણી કરી રહ્યો છું. હું ખુશીથી મોતને ભેટવા જવા માગું છું. હું ૩૭ વર્ષનો અવિવાહિત યુવાન છું. હું નોકરી કરું છું. અને મારી માસિક આવક ૨૫ હજાર રૂપિયા છે. મારીમાં ૭૩ વર્ષની છે અને પિતાશ્રી ૮૧ વર્ષના છે. મારા ઘરની પરિસ્થિતિ સામાન્ય છે. મને મારું પોતાનું અસ્તિત્વ બનાવવાનું છે. પણ જીવવા માટે મને આ   કરવા માટે અપાત્ર ગણાવે છે. મારા કારણે કોઇપણ સુખી અને સમાધાની રહેશે નહીં.

મા-બાપની સેવા કરવા માટે મને જોડીદાર મળતો નથી અનો પત્ર પુણેના દત્તવાડી વિસ્તારમા રહેનાર યુવાને મુખ્ય પ્રધાનને લખ્યો. મુખ્ય પ્રધાને નોંધ લેતા દત્તવાડી પોલીસે કાઉન્સિલિંગ કરીને આ યુવાનનું મન પરિવર્તન કરવામાં સફળતા મેળવી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WEPYqb
via Latest Gujarati News

Post a Comment

0 Comments