
(પીટીઆઈ) ગ્વાલિયર, તા. 11 મે, 2019, શનિવાર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બે ટ્રક વચ્ચે મુસાફરોથી ભરેલી વાન કચડાતા બે બાળકીઓ સહિત સાત લોકો મૃત્યુ પામ્યા છે અને બે લોકો ઘવાયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે આગ્રા-ઝાંસી રોડ પરના ટોલ પ્લાઝાએ બે ટ્રક વચ્ચે વાન કચડાઈ ગઈ હતી અને અકસ્માત થયો હતો.
ગ્વાલિયર શહેરના પોલીસ અધીક્ષક આર.એન.પચૌરીએ જણાવ્યું કે ટોલ પ્લાઝાની લાઈનમાં નવ મુસાફરો ભરેલી એક વાન ટ્રક પાછળ ઉભી હતી તે સમયે અન્ય ભારે વાહને તેને પાછળથી ટક્કર મારી હતી જેથી તે બંને વાહનો વચ્ચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.
પીડિતો મેહંદીપુર બાલાજી મંદિરે દર્શન કરીને ડાબ્રા ગામે પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YgKnH4
via Latest Gujarati News
0 Comments