પાકિસ્તાન આતંકવાદને સાથ આપવાનું બંધ કરે, અન્યથા પાણી પુરવઠો બંધ કરીશું, ગડકરીની ચેતવણી


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 11 મે 2019, શનિવાર

આટલું બધું થયું તો પણ પાકિસ્તાન તરફથી આતંકવાદને સમર્થન આપવાની વાતો શરૂ જ છે. પાકિસ્તાનએ આતંકવાદનો સાથ આપવાનું બંધ કર્યું નહીં તો પાકિસ્તાન તરફ જતું પાણી રોકયા વગર  અમે રહીશું નહીં, આવા સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્રના પ્રધાન નિતીન ગડકરીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ પાણી વેંચણી તો કરાર છે. ભારત તરફથી આ કરારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફ જતું પાણી ભવિષ્યમાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબના દિશાએ વળાવવામાં આવશે, એવું નિતીન ગડકરીએ કહ્યું. પાકિસ્તાનને જાણ ન હોવાથી પાણી જાય છે. શાંતી અને દોસ્તી/ મિત્રતાના સંબંધોના આધારે ભારત- પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. પણ હવે આ વાત રહી નથી. એટલે જ આ કરાર પાળવો અમારા માટે બંધનકારક નથી એવું પણ નિતીન ગડકરીએ સ્પષ્ટ કર્યું.

૧૪ ફેબુ્રઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પણ ભારતએ પાકિસ્તાન તરફ જતું પાણી રોકવાની ચેતવણી આપી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VtH3eA
via Latest Gujarati News

Post a Comment

0 Comments