
મુંબઈ,તા.28 મે 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં વાઘની વસતિ ૨૦ ટકા વદી હોવાનું ૨૦૧૮માં કરાયેલી ગણતરીમાં જાણવા મળ્યું હતું. અગાઉ, ૨૦૧૪માં કરાયેલી ગણતરી મુજબ રાજ્યમાં ૨૦૪ વાધ હતા. સંખ્યા વદીને હવે ૨૪૫ની થઈ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૦માં વાઘની સંખ્યા ૧૮૩ની હતી આ ઉપરાંત રાજ્યમાં વાઘનાં ૨૫૦ બચ્ચાં હોવાનું પણ ઓળખી કાઢવામાં આવ્યું છે. બચ્ચાં બે વર્ષનાં ન થાય ત્યાં સુધી વાઘની ગમતરી દરમિયાન તેમની ગણના કરવામાં આવતી નથી.
કકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાઘની વસતિ ગણતરીની માહિતી સત્તાવાર રીતે જાહેર કરશે. મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યા વધ્યા બદલના શ્રેયનો દાવો કરતાં વન ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે વાઘના રક્ષણ માટેના સરકારના છેલ્લા ૪ વર્ષના પ્રયાસો સફળ થયા અને તેનું પરિણામ મળ્યું છે.
૨૦૧૮ની ગણના બાદ અમને વાઘની સંખ્યાની તત્પૂરતી માહિતી મળી છે જે દર્શાવે છે કે વાઘની વસતિ ૨૦ ટકા વધી છે. વાઘની સંખ્યા અગાઉ ૨૦૪ હતી જે વધીને ૨૪૫ની થઈ છે. આ ઉપરાંત વાઘનાં ૨૫૦ બચ્ચાં પણ છે. પરંતુ તે બે વર્ષમાં થાય તે પછી જ તેમની ગણના (વાઘની વસતિમાં) કરવામાં આવશે. સરકારના પ્રયાસો અને સ્થાનિક લોકોના સહયોગને કારણે વાઘ વધ્યા તેનો અમને આનંદ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રના અગ્રણી ટાઈગર રીઝર્વસમાં મેલઘાટ, તાડોબા, પેન્ચ, સહ્યાદ્રી, નવેગાંવ-નાગઝિરા અને બોરનો સમાવેશ થાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QxS4G3
via Latest Gujarati News
0 Comments