
મુંબઈ,તા.28 મે 2019, મંગળવાર
સ્કૂલ બસ ઓનર્સ એસોસિયેશન (એલબીઓએ) દિવસની શરૂઆતના કલાકો દરમિયાન લોકલ રૂટસ પર બસની અછતને પહોંચી વળવા બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બીઈએસટી-બેસ્ટ)ને એક હજાર સ્કૂલ બસ આપવાની ઓફર કરી છે જોકે માલિકોને માસિક ધોરણે નાણાના બદલામાં આ ઓફર કરવામાં આવી છે.
સવારના આઠ વાગ્યા પછી સ્કૂલ બસો ઉપયોગમાં લેવાતી હોતી નથી. આથી બસોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તે દ્રષ્ટિએ અમે બેસ્ટને લગભગ એક હજાર બસની ઓફર કરી છે જેથી તે ઉપલબ્ધ બસોનો મહત્તમ ઉપયોગ કરી શકે. આથી રોડ પર વાહનોની સંખ્યા પણ ઘટશે અને તે પણ બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને એમઆઈડીસી જેવા વિસ્તારૌમાં જ્યાં લોકો રીક્ષા કે ટેક્સીને બદલ સાર્વજનિક વાહનનો ઉપયોગ પસંદ કરશે એમ એસબીઓએના રમેશ મણ્યને કહ્યું હતું.
અમારી દરખાસ્ત અમલમાં મૂકીને સરકાર વર્ષે લગભગ રૂ.૩૦૦ કરોડ બચાવી શકે તેવો અંદાજ છે તે સાથે આંતરીક માર્ગો પર ટ્રાફિકનો ભરાવો પણ ઓછો કરી શકાય એમ એસોસિયેશનના પ્રમુખ અનિલ ગર્ગે જણાવ્યું હતું.
જોકે, બેસ્ટના એક અધિકારીએ કહ્યું હતું કે એસબીઓએની દરખાસ્ત બાબતે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, બેસ્ટના કર્મચારીઓનું યુનિયન છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ માગણીઓને મુદ્દે આંદોલન કરી રહ્યું છે. આ સ્થિતિમાં આ દરખાસ્ત અમલમાં મૂકાય તો યુનિયન કદાચ ઉહાપોહ મચાવે.
એસબીઓએની નેજા હેઠળ લગભગ ૮ હજાર બસ કાર્યરત છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XbRWi7
via Latest Gujarati News
0 Comments