'કલંક' ફિલમ ફ્લોપ થવાનો માધુરી દિક્ષીતને કોઇ ફરક પડતો નથી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 મે 2019, મંગળવાર

બોલીવૂડની ધક-ધક ગર્લ અને ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત ફરી રૂપેરી પડદે સક્રિય થઇ છે. જોકે તેની 'કલંક' ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે, જેનો અફસોસ માધુરીને લગીરે નથી. 

'' મને આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયાને ત્રણ દસકાથી પણ વધુ સમય થઇ ગયો છે. ઉતાર-ચડાવ અમારા કામનો હિસ્સો હોય છે. જો ફિલ્મ રૂપેરી પડદે સારો દેખાવ ન કરે તો મને ખાસ કોઇ ફરક પડતો નથી,'' તેમ માધુરીએ જણાવ્યું હતું.

તેણે વધુમાં કહ્યુ હતુ કે, '' ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકારે પોતાનું બેસ્ટ આપ્યું હતું. કોઇ પણ સેટ પર નિરસતાથી કામ નથી થતું હોતું, પરંતુ ઘણી વખત ચીજો અમારા કાબુની બહાર જતી રહે છે, જેમાં અમે કાંઇ કરી શકતા નથી હોતા, અમારે આગળ વધવું જોઇએ.''

આ ફિલ્મમાં માધુરી ઉપરાંત આલિયા, વરુણ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા  જેવા ટોચના કલાકારો હતા. 

માધુરી હવે ટચૂકડા પડદા પર પણ ડાન્સને લગતા રિયાલિટી શોમાં નિર્ણાયક તરીકે જોવા મળે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K79wQA
via Latest Gujarati News

Post a Comment

0 Comments