અભિષેક બચ્ચન અને રાણી મુખર્જી અભિનિત 'બંટી ઔર બબલી'ના બીજા ભાગની તૈયારી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 મે 2019, મંગળવાર

હાલ બોલીવૂડમાં સિકવલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક થી એક ચડિયાતી સિકવલો બની રહી છે. જેમાં એક વધુ સિકવલનો ઉમેરો થશેે. અભિષેક બચ્ચન અને રાણી મુખર્જી અભિનિત 'બંટી ઔર બબલી'ની સિકવલની તૈયારી શરૂ થઇ ગઇ છે.

રાણી મુખર્જી અને અભિષેક બચ્ચન રૂપેરી પડદે ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનો સેટ મુંબઇના જુહુ એરિયામાં જૂનના પહેલા અઠવાડિયાથી બનાવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પણ જલદી જ શરૂ થશે. આ ફિલ્મના સ્ટારકાસ્ટ માટે મૂળ ફિલ્મના કલાકારો જ કામ કરે એવી ફિલ્મમેકર્સને ઇચ્છા છે.  

૨૦૦૫માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભબચ્ચનઅને અભિષેકે 'કજરારે...' ગીત પર અદભૂત ડાન્સ કર્યો હતો. જે બ્લોકબસ્ટર સાબિત થયો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JMkQSH
via Latest Gujarati News

Post a Comment

0 Comments