ઓડિશામાં પણ ભાજપને મોટો ફાયદો 21માંથી 9 બેઠક પર વિજય


(પીટીઆઇ) ભુવનેશ્વર, તા.23 મે, 2019, ગુરૂવાર

ઓડિશાની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. ઓડિશામાં લોકસભાની ૨૧ બેઠકો છે. આ ૨૧ બેઠકોમાં નવીન પટનાયકના પક્ષ બીજેડીએ ૧૨ બેઠકો જીતી છે. જ્યારે ભાજપે આ વખત ૯ બેઠકો પર વિજય મેળવ્યો છે.  ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપને ૨૧માંથી ફક્ત એક જ બેઠક મળી હતી. એટલે કે આ વખતે ભાજપને આઠ બેઠકોનો ફાયદો થઇ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં બીજેડીએ ૨૧માંથી ૨૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો. એડિશા ભાજપ પ્રમુખ બસંત પાંડા બીજેડીના પુશપેન્દ્ર સિંહદેવ કાલહાંડી બેઠક પર ૨૯,૭૩૪ મતોથી આગળ ચાલી રહ્યાં છે. રાજકીય રીતે સંવેદનશીલ ગણાાતા કેન્દ્રપાડા લોકસભા બેઠક પર બીજેડીના રાજ્યસભા સાંસદ અનુભવ મોહંતી ભાજપના બૈજયંત પંડયાથી ૬૧,૦૪૩ મતોથી આગળ ચાલી રહ્યાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Etebsl
via Latest Gujarati News

Post a Comment

0 Comments