બંધ રૂમમાં મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી, 23મીએ જનતા કરશે નિર્ણય: રાહુલ ગાંધી



નવી દિલ્હી, તા. 17 મે 2019, શુક્રવાર

સામાન્ય ચૂંટણનીના છેલ્લા તબક્કાનો પ્રચાર શાંત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ પ્રેસ કોન્ફરન્સમાં કરી. જ્યારે રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સમાં જાણવા મળ્યું કે, ભાજપ પણ મીડિયા સાથે વાતકચીત કરી રહ્યું છે તો તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, વેરી ગુડ, વડાપ્રધાનની પહેલી પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પરિણામના ચાર-પાંચ દિવસ પહેલા થાય છે. તે અજીબ છે કે વડાપ્રધાન અમિત શાહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. સાંભળ્યું છે કે, દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે અને કેટલાક પત્રકારોને ઘુસવા નથી દેવામાં આવ્યા. બંધ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ થઇ  રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી પ્રેસ કોન્ફરન્સમાં સુધારો થઇ ગયો છે અને તે તમારા કારણે છે તેથી તમને પણ ધન્યવાદ. હું પણ વડાપ્રધાન મોદીને સવાલ પુછવા માંગું છું કે તમે રાફેલ પર જવાબ કેમ આપ્યો નહી. હું પુછવા માંગુ છું કે અનિલ અંબાણીએ આમ આદમીના પૈસા કેમ આપ્યા, તમે મારી સાથે ડિબેટ કેમ કરી નહી? મોદીજીની ફિલોસોફી હીંસાની છે ગાંધીજીની નથી. બાકી જનતા 23 મેએ જે નક્કી કરશે તેના આધાર પર કામ કરીશું. તે પહેલા હું આ વિશે કંઇ નહી બોલું.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આયોગે બાયસ્ડ રીતે કામ કર્યું છે. નરેન્દ્ર મોદી જે ઇચ્છે છે તે બોલી દે છે અને તે વાત માટે અન્ય કોઇને ટોકવામાં આવે છે, પક્ષપાત તો જરૂરથી જોવા મળે છે. આ ચૂંટણી શિડ્યૂલ નરેન્દ્ર મોદીજીની કેમ્પેનિંગ માટે બનાવવામાં આવ્યું છે. આમારું કામ છે જનતાના મુદ્દા ઉઠાવવા. તેમની પાસે અનલિમીટેડ પૈસા, ટીવી ચેનલ બધું જ છે અને અમારી પાસે માત્ર સત્ય છે.

તેમણે કહ્યું કે, હું નરેન્દ્ર મોદીના માતા-પિતાનો આદર કરું છું અને વડાપ્રધાન પદનો આદર કરું છું. જો તેમના માતા પિતાએ કંઇ પણ ખોટું કર્યું તો પણ હું તેમના માતા-પિતા વિશે નહી બોલું પરંતુ તેઓ અમારા વિશે ગંદું બોલવા માંગે છે તો તેના પર છે. 2014ની લોકસભામાં અમારી પાસે ઓછા નંબર હતા પરંતું કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા એ ગ્રેડથી નિભાવી. અમે નરેન્દ્ર મોદીને ઘેરી લીધાં અને 2014માં તેઓ જે હતા, તેમનો વિચાર ખત્મ કરી દીધો. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશ પરંતુ આજે ક્યાય પણ બોલી ચોકીદાર બોલી દો તો જવાબ ચોર જ મળે છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QaXDdg
via Latest Gujarati News

Post a Comment

0 Comments