મશીનથી નાકના વાળ કાપતાં પહેલા જાણી લો આ વાત, નહીં તો પછી થશે પસ્તાવો


અમદાવાદ, 17 મે 2019, શુક્રવાર

આપણે સૌને માથા પર લાંબા, રેશમી અને કાળા વાળ હોય તે ગમે છે. જો કે માથા સિવાય શરીરના અન્ય અંગ પર ઉગતા વાળને આપણે સમયાંતરે દૂર કરવા પડે છે. જો કે શરીર પર ઉગતા આ વાળનું કોઈને કોઈ કારણ હોય છે. હાથ, પગ, અપરલિપ્સ, અંડરઆર્મની સાથે નાકમાં પણ સૌ કોઈને વાળ હોય છે. નાકના વાળને પણ કેટલાક લોકો ટ્રીમર મશીનની મદદથી કાપતાં હોય છે. પરંતુ આજે તમને આ અંગે અગત્યની જાણકારી આપવામાં આવશે. નાકને પણ શરીરના અન્ય અંગોની જેમ સાફ રાખવું જરૂરી છે પણ તેના પણ વધારે જરૂરી છે આ સફાઈ કરવાની યોગ્ય રીત વિશે જાણવું.

નાકમાં થતા વાળ આપણી સુરક્ષા પણ કરે છે. કારણ કે આપણે સૌ નાકથી જે શ્વાસ શરીરમાં લઈએ છીએ તેમાં પ્રદૂષણ, ધૂળ, બેક્ટેરિયા જેવા અનેક ઝીણા તત્વો હોય છે. આ તમામ નુકસાનકારક તત્વો આપણા શરીરમાં થવાને બદલે નાકમાં જ અટકી જાય છે. જી હાં નાકની અંદરના વાળ ફિલ્ટરનું કામ કરે છે. હવામાં રહેલા તત્વોને નાકમાં અટકી જાય છે અને સ્વચ્છ હવા જ શરીરમાં અંદર પ્રવેશ કરે છે. જો કે કેટલાક લોકો માટે નાકના વાળ સમસ્યા બની જાય છે. આમ થવાનું કારણ હોય છે કે તેમના વાળ ઝડપથી વધી જતા હોય. નાકની બહાર દેખાતા આ વાળને કાપવા માટે સામાન્ય રીતે લોકો ટ્રીમનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આજે જાણી લો કે નાકના વાળ કાપવાનો યોગ્ય રસ્તો શું છે. 

કાતરનો કરો ઉપયોગ

નાકના વાળ ક્યારેય મશીનથી કાપવા જોઈએ નહીં. આ વાળ દૂર કરવા માટે કાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જે વાળ નાકની બહાર દેખાતા હોય તેને જ કાપવા. કાતરને પણ અંદર સુધી લઈ જઈ વાળ કાપવાનો પ્રયાસ ન કરવો. આમ કરવાથી નાકની અંદરની નસો અને ત્વચા પર ઘા પણ થઈ શકે છે. 

ટ્વિજર્સ

ટ્વિજર્સ એક નાનકડો ચિપીયો હોય છે. આ ચિપીયાની મદદથી પણ તમે નાકના આગળના ભાગે વધેલા વાળને પકડી ખેંચીને કાઢી શકો છે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2waNsw5
via Latest Gujarati News

Post a Comment

0 Comments