
(પીટીઆઇ) પાણા, તા.17 મે, 2019, શુક્રવાર
૨૦૧૪ ની મોદી-લહેર છેલ્લા પાંચ વર્ષોમાં કહેર (વિનાશ) બની રહી છે. બિહારમાં મહાગઠબંધન ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો સફાયો કરી નાખશે એ નક્કી છે, એમ પટણાસાહિબ, બિહારના કોંગ્રેસી ઉમેદવાર શત્રુઘ્ન સિંહાએ આજે અત્રે ચૂંટણી- પ્રચારના અંતિમ દિવસે યોજેલી પત્રકાર- પરિષદમાં જણાવ્યું.
એમણે એમના પત્ની જયાં સપા- બસપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં એ ઉત્તર પ્રદેશમાં પણ આ જ વાત દોહરાવતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સાફ થઇ જશે. નોંધનીય છે કે અહીં કોંગ્રેસના ઉમેદવાર પણ મેદાનમાં છે.
પટણા સાહિબમાં સિંહ સામે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ લડી રહ્યાં છે. અહીં તા.૧૯મે એ મતદાન થશે. પોતાને મોદી સરકારમાં પ્રધાનપદું નહિ મળ્યું એની નારાજગીમાં પોતે ભાજપ છોડયો હોવાની ચાલેલી વાતનો છેદ ઉડાડતા બિહારીબાબુ સિંહાએ કહ્યું કે ''આ ચોરી પર સીનાજોરી જેવી વાત થઇ...''
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30rhgCU
via Latest Gujarati News
0 Comments