
નવી દિલ્હી, તા. 07 મે 2019, મંગળવાર
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજો મેદાને છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી ત્યારે તેના પર અમિત શાહે કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી. દેશની જનતા 23 મેએ નક્કી કરી લેશે કે દુર્યોધન કોણ છે અને અર્જુન કોણ છે.
આ સિવાય 'જય શ્રી રામ'ના નારા મુદ્દે મમતા બેનર્જીને ચેલેન્જ આપી. તેમણે રેલી દરમિયાન મં પરથી 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા અને તેની સાથે લોકો પાસે પણ 'જય શ્રી રામ'ના નારા લગાવડાવ્યા અને મમતા બેનર્જીને ચેલેન્જ આપી કે, હું જય શ્રી રામના નારા લગાવીશ તમે ઇચ્છો તો મને જેલમાં નાખી દો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lu4NuJ
via Latest Gujarati News
0 Comments