
નવી દિલ્હી, તા. 07 મે 2019, મંગળવાર઼
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. હરિયાણાના અંબાલામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધિત કરી. જેમાં તેમણે વડાપ્રધાન મોદીના અહંકારને દુર્યોધનના અહંકાર સાથે સરખાવ્યો.
તેમણે કહ્યું કે, દેશે અહંકારને ક્યારેય માફ નથી કર્યો, આવો અહંકાર દુર્યોધનમાં પણ હતો. જ્યારે કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ બંધક બનાવી લેવામાં આવ્યા. પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરની કવિતા વાંચી વડાપ્રધાન પર નિશાન સાધ્યું. 'જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક મર જાતા હૈ, ડગમગ-ડગમગ દિગ્ગજ ડોલે, ભગવાન કુપિત હોકર બોલે, ઝંઝીર બઢા કર સાધ મુઝે, હાં હાં દુર્યોધન બાંધ મુઝે.'
આગામી છઠ્ઠા તબક્કામાં હરિયાણાની તમામ 10 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે રેલી દરમિયાન ખેડુતો, યુવાનો, બેરોજગારી, નોટબંધી, પાકિસ્તાન સહિતના મુદ્દે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JnI9kQ
via Latest Gujarati News
0 Comments