
નવી દિલ્હી, તા. 07 મે 2019, મંગળવાર
સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણીમાં 50% EVMની VVPAT સાથેની સરખામણીની માંગ કરી રહેલા 21 વિપક્ષી દળોને ઝટકો આપ્યો છે. કોર્ટે તેમની આ અરજી ફગાવતા કહ્યું છે કે, કોર્ટ પોતાના આદેશને સંશોધિત કરવા માટે તૈયાર નથી. કોર્ટે આ અગાઉ પ્રત્યેક વિધાનસભાના પાંચ બૂથના EVMના VVPAT સાથે સરખાવવાનો નિર્ણય આપ્યો હતો.
વિપક્ષી પાર્ટીઓ તરફથી સિનિયર વકિલે કોર્ટના નિર્ણય બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું સમ્માન કરે છે. તેમની અરજી EVMને લઇને નહી પરંતુ VVPATને લઇને હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PSPaLH
via Latest Gujarati News
0 Comments