મુંબઈ, તા. 15 મે, 2019, બુધવાર
અમેરિકા અને ચાઈના વચ્ચે ફરી ટ્રેડ વોરના પરિણામે વૈશ્વિક બિઝનેસ સેન્ટીમેન્ટ ડહોળાઈ જવા સાથે હજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાની વધુ ૩૦૦ અબજ ડોલરની આયાતો પર ટેરિફ લાગુ કરવાના સંકેત આપતાં અને વૈશ્વિક આર્થિક વૃદ્વિ પણ સતત મંદ પડી રહ્યાના સંકેતે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે ફરી ઉછાળે આંચકા આવ્યા હતા. વૈશ્વિક મોરચે અમેરિકી શેર બજારોમાં ગઈકાલે રિકવરી સામે ચાઈનાના એપ્રિલ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંક અપેક્ષાથી ઓછું ૫.૪ ટકા વધીને આવ્યા છતાં એશીયાના બજારોમાં રિકવરી સામે યુરોપના બજારોમાં ફરી નરમાઈ જોવાતાં અને ઘર આંગણે લોકસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી હોઈ સ્પષ્ટ બહુમતી વિશે અનિશ્ચિતતાના પરિણામે ફંડોએ ફરી શેરોમાં ઉછાળે ઓફલોડિંગ કરતાં આંચકા આવ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધ્યામથાળેથી ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ સાંજે ૩૩ સેન્ટ ઘટીને ૭૦.૯૧ ડોલર અને નાયમેક્ષ ૫૯ સેન્ટ ઘટીને ૬૧.૧૯ ડોલર રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૦ પૈસા નબળો પડીને રૂ.૭૦.૩૪ રહ્યો હતો. બેંકિંગ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, ફાર્માસ્યુટિકલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોના ઓફલોડિંગે સેન્સેક્સ આરંભિક ઉછાળો અંતે ધોવાઈ જઈ ૨૦૩.૬૫ પોઈન્ટ ઘટીને ૩૭૧૧૪.૮૮ અને નિફટી સ્પોટ ૬૫.૦૫ પોઈન્ટ ઘટીને ૧૧૧૫૭ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક તેજીમાં ૨૪૧ પોઈન્ટ વધીને ૩૭૫૫૯ થઈ છેલ્લી ઘડીમાં પાછો ફરીને ૨૦૪ પોઈન્ટ ઘટીને ૩૭૧૧૫
ટ્રેડીંગની શરૂઆત આજે એશીયાના બજારોમાં રિકવરી પાછળ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૭૩૧૮.૫૩ સામે ૩૭૫૩૯.૦૫ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં આઈટી-સોફટવેર શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સાથે બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની લેવાલીએ એક તબક્કે ૨૪૧.૧૪ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૭૫૫૯.૬૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ફરી સાંકડી વધઘટે લાંબો સમય અથડાતો રહ્યા બાદ છેલ્લી ઘડીમાં ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો સહિતમાં વેચવાલી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વેચવાલી સાથે લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી તેમ જ ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીએ સુધારો ધોવાઈ જઈ ૨૭૦.૬૬ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૭૦૪૭.૮૭ સુધી આવી અંતે ૨૦૩.૬૫ પોઈન્ટ ઘટીને ૩૭૧૧૪.૮૮ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભિક તેજીમાં ૧૧૨૮૭ થઈ પાછો ફરી નીચામાં ૧૧૧૩૬ સુધી આવી અંતે ૬૫ પોઈન્ટ ઘટીને ૧૧૧૫૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૨૨૨.૦૫ સામે ૧૧૨૭૧.૭૦ મથાળે ખુલીને આરંભિક તેજીમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સહિતમાં લેવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, આઈટીસી, વેદાન્તા, ઓએનજીસી, આઈશર મોટર્સ, યુપીએલ, ટાઈટન, ટીસીએસ, સિપ્લા સહિતમાં આકર્ષણે એક સમયે વધીને ૧૧૨૮૬.૮૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને ઓટો શેરો ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ બજાજ ઓટો સહિતમાં વેચવાલી થતાં અને ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટસ, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો, કોલ ઈન્ડિયા, ઈન્ફ્રાટેલ, ભારતી એરટેલ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૧૩૬.૯૫ સુધી આવી જઈ અંતે ૬૫.૦૫ પોઈન્ટ ઘટીને ૧૧૧૫૭ રહ્યો હતો.
નિફટી ૧૧,૩૦૦નો કોલ ૩૧ થી વધીને ૪૭.૬૦ થઈ ઘટીને ૩.૩૫ : નિફટી ૧૧,૨૦૦નો પુટ ૫૫.૩૦ થી વધીને ૭૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોએ આજે ફરી છેતરામણી ચાલે મોટું ઓફલોડિંગ કર્યું હતું. ૧૬,મે ૨૦૧૯ની એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૩૦૦નો કોલ ૭,૮૭,૨૧૭ કોન્ટ્રેકટસમાં રૂ.૬૬૮૬૮.૦૨ કરોડના કામકાજે ૩૧ સામે ૪૫.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૪૭.૬૦ થઈ ઘટીને ૩.૨૦ સુધી આવી અંતે ૩.૩૫ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો પુટ ૬,૧૬,૮૪૪ કોન્ટ્રેકટસમાં રૂ.૫૧,૯૯૮.૦૫ કરોડના કામકાજે ૫૫.૩૦ સામે ૩૩ મથાળે ખુલીને નીચામાં ૨૦.૩૦ થઈ વધીને ૭૭.૭૫ સુધી પહોંચી અંતે ૭૦ રહ્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો કોલ ૫,૧૧,૮૩૫ કોન્ટ્રેકટસમાં રૂ.૪૩,૭૯૦.૩૭ કરોડના કામકાજે ૧૧.૦૫ સામે ૧૪.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૬.૯૦ થઈ ઘટીને ૧ સુધી આવી અંતે ૧.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો પુટ ૪,૯૫,૨૧૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૧,૨૮૬.૦૨ કરોડના કામકાજે ૨૬.૧૦ સામે ૯.૭૫ મથાળે ખુલીને નીચામાં ૭.૦૫ થઈ વધીને ૨૯.૦૫ સુધી પહોંચી અંતે ૨૩.૧૦ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૨૮,૯૧૭ થી ઘટીને ૨૮,૬૦૫ : નિફટી મે ફયુચર ૧૧,૨૪૧ થી ઘટીને ૧૧,૧૬૪
બેંક નિફટી મે ફયુચર ૧,૩૪,૫૩૬ કોન્ટ્રેકટસમાં રૂ.૭૭૬૭.૪૦ કરોડના કામકાજે ૨૮,૯૧૭.૮૫ સામે ૨૯,૦૬૦.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૦૭૯ થઈ ઘટીને ૨૮,૫૯૪.૬૫ સુધી આવી અંતે ૨૮,૬૦૫.૯૫ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧,૪૪,૫૬૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૧૮૪.૫૯કરોડના કામકાજે ૧૧,૨૪૧.૬૫ સામે ૧૧,૨૭૫.૬૦ મથાળે ખુલીને ૧૧,૩૦૦ થઈ ઘટીને ૧૧,૧૫૭ સુધી આવી અંતે ૧૧,૧૬૪.૮૦ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : ટાટા મોટર્સ, મધરસન સુમી, અશોક લેલેન્ડ, બાલક્રિષ્ન, અપોલો ટાયર, એકસાઈડ, મારૂતી ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી વ્યાપક વેચવાલી થઈ હતી. અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ વોરના પરિણામે અને વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદીના સંકટ સાથે ઘર આંગણે પણ ઘણી ઓટોમોબાઈલ કંપનીઓનું વાહનોનું વેચાણ ઘટી રહ્યાની પરિસ્થિતિએ ફંડોની ઓટો શેરોમાં વેચવાલી થઈ હતી. ટાટા મોટર્સ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૧૬૯.૬૦, મધરસન સુમી રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૧૮.૨૦, અશોક લેલેન્ડ રૂ.૨.૬૫ ઘટીને રૂ.૮૧.૯૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૭૯૫.૮૦, અપોલો ટાયર રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૭૭.૧૦, એકસાઈડ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૦૫.૮૫, મારૂતી સુઝુકી રૂ.૮૪.૬૦ ઘટીને રૂ.૬૪૮૪.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫.૪૦ ઘટીને રૂ.૬૧૦.૬૫, ભારત ફોર્જ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૪૫૪.૦૫, બજાજ ઓટો રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૨૯૧૬.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૨૪૯૬.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૩.૯૭ પોઈન્ટ ઘટીને ૧૭૭૧૨.૮૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આરંભિક મજબૂતી બાદ ધોવાણ : યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બીઓબી, એક્સીસ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે આરંભિક મજબૂતી બાદ ફંડોની ફરી વેચવાલી નીકળતાં નરમાઈ જોવાઈ હતી. યશ બેંક રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૧૪૩.૬૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫૨.૩૫ ઘટીને રૂ.૧૩૭૮.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૦૭.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૭૫ ઘટીને રૂ.૩૭૭.૦૫, ફેડરલ બેંક રૂ.૯૭.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૩૦ ઘટીને રૂ.૩૧૧.૬૦, એચડીએફસી બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૨૨૮૮.૯૦, યુનિયન બેંક રૂ.૭.૯૫ ઘટીને રૂ.૭૧.૩૦, ડીએચએફએલ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૧૦૭.૯૫, આઈઓબી રૂ.૧૧.૯૮, યુકો બેંક રૂ.૧૬.૯૫, આઈડીબીઆઈ બેંક રૂ.૩૪.૪૫, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧૩.૨૦, સિન્ડિકેટ બેંક રૂ.૧.૫૦ ઘટીને રૂ.૩૨.૯૫, ઓરિએન્ટલ બેંક રૂ.૩.૯૦ ઘટીને રૂ.૯૦.૧૦, ફાઈવ પૈસા રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૨૮૧, રિલાયન્સ કેપિટલ રૂ.૩.૪૫ ઘટીે રૂ.૧૦૭.૪૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૧૫ ઘટીને રૂ.૪૦.૭૫, કેનફિન હોમ રૂ.૮.૪૫ ઘટીને રૂ.૩૦૫.૫૦, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૯૦ ઘટીને રૂ.૮૦.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૩.૨૧ પોઈન્ટ ઘટીને ૩૧૯૫૧.૭૪ બંધ રહ્યો હતો.
ફાર્મા-હેલ્થકેર શેરોમાં વેચવાલી : એસએમએસ ફાર્મા, લુપીન, સન ફાર્મા, એલેમ્બિક, હેસ્ટર બાયો, ગ્લેનમાર્ક,વિમતા લેબ ઘટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોની ફરી વ્યાપક વેચવાલી થઈ હતી. એસએમએસ ફાર્મા રૂ.૨.૯૫ ઘટીને રૂ.૫૪.૨૦, સ્ટ્રાઈડ રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૪૧૯.૧૦, લુપીન રૂ.૨૬.૦૫ ઘટીને રૂ.૭૮૩.૧૦, સન ફાર્મા રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૪૦૮.૯૫, એલેમ્બિક રૂ.૧.૧૦ ઘટીને રૂ.૪૦.૩૫, ગુફિક બાયો રૂ.૧.૯૫ ઘટીને રૂ.૭૫.૭૫, હેસ્ટર બાયો રૂ.૩૬.૮૫ ઘટીને રૂ.૧૫૨૭.૭૫, ગ્લેનમાર્ક રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૫૮૯.૬૦, વિમતા લેબ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૮૯.૨૦, નાટકો ફાર્મા રૂ.૬ ઘટીને રૂ.૫૨૮.૫૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૧૬૩૨.૭૦ રહ્યા હતા.
મેટલ શેરોમાં ચાઈના પાછળ ધોવાણ : જેએસડબલ્યુ, જિન્દાલ, સેઈલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં અમેરિકા-ચાઈનાના ફરી ટ્રેડ વોરના પરિણામે સતત ફંડો વેચવાલ રહ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૨૬૮.૫૦, જિન્દાલ સ્ટીલ રૂ.૬ ઘટીને રૂ.૧૫૫.૩૦, સેઈલ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૪૬.૨૦, કોલ ઈન્ડિયા રૂ.૬.૬૫ ઘટીને રૂ.૨૩૫.૬૦, નાલ્કો રૂ.૧ ઘટીને રૂ.૪૭.૮૦, એનએમડીસી રૂ.૧.૮૫ ઘટીને રૂ.૯૦.૩૦, ટાટા સ્ટીલ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૪૬૩.૨૦, હિન્દાલ્કો રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૯૦.૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેચવાલી : ૧૫૫૬ શેરો નેગેટીવ બંધ : ૨૩૩ શેરોમાં ઓનલી સેલરની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ઓછા વોલ્યુમે આજે ગાબડાં પડતાં જોવાયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૬ અને વધનારની સંખ્યા ૧૦૦૦ રહી હતી. ૨૩૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની ફયુચર્સમાં રૂ.૫૮૮ કરોડની ખરીદી, કેશમાં રૂ.૧૧૪૨ કરોડના શેરોની વેચવાલી : DIIની રૂ.૬૭૨ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-બુધવારે કેશમાં વધુ રૂ.૧૧૪૨.૪૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૨૭૫.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૧૮.૦૭ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૫૮૮.૧૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૭૫.૮૪ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૧૨.૨૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૭૧.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૬૭૫.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૦૦૩.૨૪ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EcKbAU
via Latest Gujarati News
0 Comments