અમેરિકાના કૃષિ બજારો સાર્વત્રિક ઉછળ્યા: શિકાગો સોયાબીન વાયદો દસ વર્ષના તળિયેથી ઝડપી ઉંચકાયો

મુંબઈ, તા. 15 મે, 2019, બુધવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં મજબૂતાઈ આગળ વધી હતી.  વિશ્વ બજારના  સમાચાર  પ્રોત્સાહક હતા.  દેશમાં આગામી ચોમાસું કેરળમાં ૪થી જૂનથી  શરૂ થઈ જશે વરસાદની ચાલ આરંભમાં અનિયમિત રહેવાની આગાહી કરાતાં  તેની અસર આજે  દેશની કૃષી બજારો પર દેખાઈ હતી. 

મુંબઈ હાજર બજારમાં નવી માગ પાંખી હતી.   દરમિયાન, વિશ્વ બજારમાં મલેશિયામાં પામતેલનો  વાયદો વધી છેલ્લે  ૧૬,૧૪,૧૧ તથા ૧૦ પોઈન્ટ પ્લસમાં બંધ હતો જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ શાંત હતા. અમેરિકામાં શિકાગો બજારના ઓવરનાઈટ સમાચારમાં સોયાતેલનો વાયદો ઘટયાભાવથી ૨૮થી ૩૯ પોઈન્ટ પ્લસમાં હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૧૦૦થી ૧૦૭ પોઈન્ટ ઉછળ્યો હતો ઉપરાંત સોયાબીનનો વાયદો ૨૬૬થી ૨૯૦ પોઈન્ટ ઉછળ્યાના વાવડ હતા. 

ચીન અને અમેરિકા વચ્ચે વિવાદ વધતાં અમેરિકામાં  તાજેતરમાં સોયાબીનનો વાયદો ગબડી ૧૦ વર્ષના તળિયે ઉતરી ગયો હતો તે પ્રત્યાઘાતી  ઉંચકાઈ આવ્યાના સમાચાર હતા. સોયાબીનના ભાવપ ૧૨ મહિનામાં આશરે ૨૦ ટકા તૂટયા હતા. આજે મળેલા સમાચાર મુજબ ન્યુયોર્ક વાયદો ઓવરનાઈટ  ૧૩૧, ૮૧ તથા ૫૯ પોઈન્ટ  ઉછળ્યાના  સમાચાર હતા.


દરમિયાન, ભારતમાં રૂના આયાતકારોએ આ પૂર્વે આયાતના સોદા ઉંચા ભાવે કર્યા પછી વિશ્વ બજારમાં તાજેતરમાં ટૂંકાગાળામાં  કોટનના ભાવ ઝડપી ગબડી જતાં  દેશમાં રૂના આયાતકારોને ટૂંકા ગાળામાં નોંધપાત્ર નુકસાન થયાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના  વધી રૂ.૫૯૮ તથા જેએનપીટીના રૂ.૫૯૫  હતા. વેપારો પાંખા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઉછળી રૂ.૫૨૩ જ્યારે  સીપીઓ વાયદાના ભાવ વધી સાંજે જૂનના રૂ.૫૨૪.૯૦ થઈ રૂ.૫૨૪.૪૦ હતા જ્યારે  સોયાતેલ વાયદાના  ભાવ સાંજે   જૂનના રૂ.૭૪૩.૭૫ હતા. 

અમેરિકા શિકાગો બજારમાં સોયાતેલના વાયદાના પ્રોજેકશનમાં ભાવ સાંજે ૩૫થી ૩૬ પોઈન્ટ ઉંચા  બોલાયા હતા.    મુંબઈ હાજર બજારમાં  સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૭૦૫ તથા રિફા.ના રૂ.૭૩૫ રહ્યા હતા.  સનફલાવરના ભાવ વધી ૭૧૫ તથા રિફા.ના રૂ.૭૬૫  હતા. મસ્ટર્ડના ભાવ વધી રૂ.૭૬૫ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૭૦ હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૦૭૦  વાળા રૂ.૧૦૭૫  હતા.  રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૫૦ તથા ૧૫ કિલોના ૧૬૮૦ હતા.  કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૨૦થી ૭૨૩ હતા.

મુંબઈ  બજારમાં કપાસિયા તેલના ભાવ વધી રૂ.૭૬૨ હતા. અમેરિકાના કૃષી વિભાગે પણ  ભારતના રૂના  ચાલુ વર્ષના પાકનો અંદાજ  ઘટાડયાના સમાચાર હતા.   અમેરિકા-શિકાગો  બજારમાં સાંજે  પ્રોજેકશનમાં  ભાવ સોયાખોેળ તથા સોયાબીનના ઉંચા બોલાયા હતા. ન્યુયોર્ક કોટન વાયદો આજે  સાંજે પ્રોજેકશનમાં ૩૦થી ૩૫ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.
મુંબઈ દિવેલ તથા હાજર એરંડાના ભાવ અથડાતા હતા. મુંબઈ ખોળ બજારમાં  એરંડા ખોળના ભાવ ટનના રૂ.૬૧૫૦ વાળા ૬૨૦૦ હતા. સોયાખોળના ભાવ ટનના રૂ.૩૨૮૭૦ વાળા ૩૩ હજાર પાર કરી રૂ.૩૩૩૯૦ થી ૩૩૩૯૫ બોલાયા હતા.   અન્ય ખોળો શાંત હતા. દરમિયાન એરંડા વાયદા બજારમાં આજે સાંજે મે વાયદાના ભાવ રૂ.૩૦ તથા જૂનના ભાવ રૂ.૩૪ નરમ હતા. સોયાતેલનો વાયદો સાંજે રૂ.૪.૮૫  તથા  રૂ.૪.૩૫  ઉંચો બોલાયો હતો. જોકે સીપીઓ વાયદો સાંજે ૭૦ પૈસા માઈનસમાં હતો. 

મલેશિયાથી  પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં  ૪ ટકા વધી  ૭૭૩૯૧૩ ટન થયાના  આંકડા એસજીએસ દ્વારા બહાર પડયાના સમાચાર હતા.  દરમિયાન, ઘરઆંગણે મધ્ય પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આશરે  ૩૫ હજાર  ગુણી નોંધાઈ હતી તથા બજાર ભાવ રૂ.૩૭૨૫થી ૩૭૭૫ તથા પ્લાન્ટના  રૂ.૩૭૭૫થી ૩૮૫૦ હતા જ્યારે સોયાતેલના ભાવ  રૂ.૭૨૮થી ૭૩૩ તથા રિફા. ૭૬૦થી ૭૬૪  હતા. 

વિશ્વ બજારમાં  સનફલાવરના ભાવ ઉછળી  કાચા તેલના  સીઆઈએફ ધોરણે વિવિધ  ડિલીવરીના ૭૪૦ ડોલર બોલાયાના વાવડ હતા.  મગફળીની આવકો  ગોંડલ બાજુ સવારે આશરે  ૬ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે  ૬૫૦૦ ગુણી નોંધાઈ હતી.   મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના વધી રૂ.૮૭૫થી ૯૦૦ તથા ઉંચામાં  રૂ.૧૦૦૦થી ૧૦૨૦ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKD8H2
via Latest Gujarati News

Post a Comment

0 Comments