વિક્રમી તેજીને વિરામ : બેંકિંગ, મેટલ, ઓટો, ઓઈલ-ગેસ શેરોમાં ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 248 પોઈન્ટ ગબડીને 39502

મુંબઈ, તા. 29 મે, 2019, બુધવાર

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ રેકોર્ડ તેજીને આજે ફંડોએ વિરામ આપ્યો હતો. આવતીકાલે ૩૦,મે ૨૦૧૯ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જવલંત વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટી-એનડીએ ફરી સત્તા સંભાળનાર હોઈ કેન્દ્રિય કેબિનેટની રચના પર બજારની નજર હોવા સાથે નાણા પ્રધાન અરૂણ જેટલીએ નાદુરસ્ત તબિયતના કારણે નવી સરકારમાં નહીં જોડાવવાનું સ્પષ્ટ કરી દીધું હોઈ હવે નાણા મંત્રાલયની જવાબદારી કોને સોંપવામાં આવશે એના પર સૌની નજર વચ્ચે આજે ફંડોએ તેજીને વિરામ આપીને પ્રોફિટ બુકિંગ કર્યું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર પણ મજબૂત બનતો જઈને આજે ૧૪ પૈસા વધીને રૂ.૬૯.૮૩ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ ફરી મજબૂત બનીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૦ ડોલરની સપાટી કુદાવી ગયા હતા. નવી મોદી સરકાર માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોરચે આર્થિક પડકારો હોઈ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે પણ બેંકિંગ ક્ષેત્ર માટે મોટા પડકારો હોઈ પીએસયુ બેંકોની પાછલા દિવસોમાં કથળેલી કામગીરીમાં સુધારો લાવવા હજુ મોટી કવાયતની આવશ્યકતાએ ફંડોએ સાવચેતીમાં આજે પીએસયુ બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ કરતાં અને ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ ૨૪૭.૬૮ પોઈન્ટ ઘટીને ૩૯૫૦૨.૦૫ અને નિફટી સ્પોટ ૬૭.૬૫ પોઈન્ટ ઘટીને ૧૧૮૬૧.૧૦ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓનું ફરી પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૩૯૫૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૩૮૪૨૦ સુધી આવી અંતે ૨૪૮ પોઈન્ટ ઘટીને ૩૯૫૦૨

ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૭૪૯.૭૩ સામે ૩૯૭૧૪.૨૭ મથાળે ખુલીને સન ફાર્માના ત્રિમાસિક પરિણામે ફંડોની લેવાલી સાથે આઈટી શેરો ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસમાં આકર્ષણે અને હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૩૯૭૬૭.૯૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ શેરોમાં પીએસયુ બેંક જાયન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાછળ પીએસયુ બેંક શેરોમાં ઓફલોડીંગ થતાં અને આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક, યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં વેચવાલી થતાં અને એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંકમાં પણ પ્રોફિટ બુકિંગ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા તેમ જ પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી સહિતમાં વેચવાલીએ અને ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ સહિતમાં નરમાઈ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટી આવતાં સેન્સેક્સ નીચામાં ૩૯૪૨૦.૫૦ સુધી આવી જઈ અંતે ૨૪૭.૬૮ પોઈન્ટ ઘટીને ૩૯૫૦૨.૦૫ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ આરંભિક મજબૂતીમાં વધીને ૧૧૯૩૨ થઈ નીચામાં ૧૧૮૩૬ સુધી આવી અંતે ૬૭ પોઈન્ટ ઘટીને ૧૧૮૬૧

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૯૨૮.૭૫ સામે ૧૧૯૦૫.૮૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં સન ફાર્મા સહિતના સીલેકટેડ ફાર્મા શેરો તેમ જ ડોલરની મજબૂતીએ આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા તેમ જ ભારતી ઈન્ફ્રાટેલ, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનીયા, ટાઈટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આકર્ષણે એક તબક્કે વધીને ૧૧૯૩૧.૯૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાછળ અન્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો સહિતમાં પ્રોફિટ બુકિંગ થતાં અને ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલી અને સિપ્લા, લાર્સન, ડો.રેડ્ડીઝ લેબ., અલ્ટ્રાટેક સિમેન્ટસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૮૩૬.૮૦ સુધી આવી અંતે ૬૭.૬૫ પોઈન્ટ ઘટીને ૧૧૮૬૧.૧૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૨૦૦૦નો કોલ ૩૫.૨૫ થી ઘટીને ૪.૮૦ : નિફટી ૧૧,૯૦૦નો પુટ ૩૯.૮૦ થી વધીને ૭૩ થઈ અંતે ૫૨

ડેરિવેટીવ્ઝમાં મે વલણના આવતીકાલે ગુરૂવારે અંત પૂર્વે આજે તેજીની ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી.૩૦,મે એક્સપાઈરીનો વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં  નિફટી ૧૨,૦૦૦નો કોલ ૫,૦૮,૩૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૪૫,૮૦૧.૦૭ કરોડના કામકાજે ૩૫.૨૫ સામે ૨૭ મથાળે ખુલીને નીચામાં ૩.૮૫ સુધી પટકાઈ અંતે ૪.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૩,૮૬,૭૪૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૪,૬૫૯.૮૯ કરોડના કામકાજે ૩૯.૮૦ સામે ૩૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૭૩ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૩૨.૫૫ સુધી આવી અંતે ૫૨ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૪,૯૫,૫૦૬ કોન્ટ્રેકટસમાં રૂ.૪૪,૩૬૨.૬૦ કરોડના કામકાજે ૭૯.૬૦ સામે ૬૮.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૬૮.૩૫ થઈ ઘટીને ૧૪.૨૫ સુધી આવી અંતે ૨૧.૮૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૩,૫૪,૨૯૫ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૩૯૭.૦૧ કરોડના કામકાજે ૧૫.૧૫ સામે ૧૫.૧૦ મથાળે ખુલીને નીચામાં ૯.૩૫ થઈ વધીને ૨૫.૦૫ સુધી પહોંચી અંતે ૧૪ રહ્યો હતો.

નિફટી મે  ફયુચર ઘટીને ૧૧,૮૬૩ : નિફટી જૂન ફયુચર ઘટીને ૧૧,૯૦૦ : બેંક નિફટી ફયુચર ૩૧,૬૨૯ થી ઘટીને ૩૧,૩૧૪

નિફટી મે ફયુચર ૧,૪૯,૨૮૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૩૧૧.૧૫ કરોડના કામકાજે ૧૧,૯૪૦.૭૫ સામે ૧૧,૯૧૬.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૯૩૪.૯૫ થઈ ઘટીને ૧૧,૮૩૬.૩૦ સુધી આવી અંતે ૧૧,૮૬૩.૫૫ રહ્યો હતો. નિફટી જૂન ફયુચર ૯૯,૫૩૫ કોન્ટ્રેકટસમાં રૂ.૮૯૦૪.૦૧ કરોડના કામકાજે ૧૧,૯૮૯.૮૦ સામે ૧૧,૯૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૯૭૬.૯૫ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૧૧,૮૭૨ સુધી આવી અંતે ૧૧,૯૦૦.૮૫ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૨૦,,૯૨૬ કોન્ટ્રેકટસમાં રૂ.૭૫૯૬.૭૭ કરોડના કામકાજે ૩૧,૬૨૯.૩૫ સામે ૩૧,૫૬૫.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૫૭૮.૫૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૩૧,૨૭૬.૫૫ સુધી આવી અંતે ૩૧,૩૧૪ રહ્યો હતો. બેંક નિફટી જૂન ફયુચર ૩૫,૩૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨૨૩.૭૨ કરોડના કામકાજે ૩૧,૭૦૬.૩૦ સામે ૩૧,૬૮૫.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૬૮૫.૭૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૩૧,૩૫૨.૦૫ સુધી આવી અંતે ૩૧,૩૯૧.૪૦ રહ્યો હતો.

પીએસયુ બેંક શેરોમાં સ્ટેટ બેંક પાછળ ઓફલોડિંગ : પીએનબી, કેનેરા બેંક, બીઓઆઈ, બીઓબી, યુકો બેંક ઘટયા

બેંકિંગ શેરોમાં આજે ફરી પીએસયુ બેંક શેરોમાં ફંડો, ખેલંદાઓનું વ્યાપક ઓફલોડિંગ થતું જોવાયું હતું. બેંકિંગ ક્ષેત્રની કામગીરી સુધારવાના મોટા પડકારને લઈ વધતી ચિંતાએ ફંડો આજે ફરી નવેસરથી પીએસયુ બેંક શેરોમાં વેચવાલ બન્યા હતા. પીએનબી-પંજાબ નેશનલ બેંક દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા ચોથા ત્રિમાસિકના પરિણામમાં ડૂબત લોન પેટે ઓછી જોગવાઈ કરીને પરિણામ સાધારણ બતાવ્યાની નેગેટીવ અસરે શેરમાં ઓફલોડિંગે રૂ.૪.૩૦ ઘટીને રૂ.૮૧.૯૦ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૮૫ ઘટીને રૂ.૩૪૮.૫૫, કેનેરા બેંક રૂ.૮.૬૫ ઘટીને રૂ.૨૭૨.૩૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૯૦ ઘટીને રૂ.૯૬.૨૫, અલ્હાબાદ બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૪૫.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૩૬.૩૦, યુકો બેંક રૂ.૧૭.૨૫, આઈડીબીઆઈ બેંક રૂ.૩૭, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૫.૪૫ રહ્યા હતા.

ICICI બેંક, યશ બેંક, PNB હાઉસીંગ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ, રિલાયન્સ કેપિટલ, ઈક્વિટાસ, ઉજ્જિવન, કર્ણાટક બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૪૨૨.૯૦,  ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૧૬૦૭.૮૫, યશ બેંક રૂ.૧૫૧.૭૦, એક્સીસ બેંક રૂ.૩.૯૫ ઘટીને રૂ.૮૦૪.૮૦, રિલાયન્સ કેપિટલ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૧૩૦.૩૫, રિલાયન્સ હોમ ફાઈનાન્સ રૂ.૨૨.૩૫, ઈક્વિટાસસ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૧૩૫.૫૫, ઉજ્જિવન રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૩૩૮.૭૫, કર્ણાટક બેંક રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૧૩.૫૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૮૫૯.૧૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૮૧૬.૯૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૭૭૬.૨૦ રહ્યા હતા. 

ક્રુડ ઓઈલ બ્રેન્ટ તૂટીને ૬૮ ડોલર નજીક : ઓટો શેરોમાં ભારત ફોર્જ, કયુમિન્સ, ટાટા મોટર્સ, મારૂતી, બજાજ ઓટો ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે ફરી વધીને બ્રેન્ટ ક્રુડ ૭૦ ડોલરની સપાટી કુદાવી ગયા બાદ આજે ફરી ઘટી આવી ૭૦ ડોલર અંદર ઉતરી જઈ ૬૮.૧૮છતાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદ માંગ અને ચોમાસાની ચિંતાએ ફંડોની ફરી નફારૂપી વેચવાલી નીકળી હતી. ભારત ફોર્જ રૂ.૧૭.૯૦ ઘટીને રૂ.૪૭૩.૫૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૭.૯૦ ઘટીને રૂ.૭૬૭.૫૦, ટાટા મોટર્સ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૧૭૬.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૮૧૩.૦૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૪.૩૫ ઘટીને રૂ.૬૮૮૭.૦૫, બજાજ ઓટો રૂ.૬૭.૪૦ ઘટીને રૂ.૨૯૨૫.૩૦, ટીવીએસ મોટર રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૪૮૭.૭૦, અપોલો ટાયર રૂ.૩.૮૦ ઘટીને રૂ.૧૯૪.૨૫, આઈશર મોટર્સ સરૂ.૩૫૫.૮૫ ઘટીને રૂ.૨૦,૪૧૭.૬૫, અશોક લેલેન્ડ રૂ.૧.૫૦ ઘટીને રૂ.૮૯.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૨૭૨૨.૮૦, એમઆરએફ રૂ.૩૮૬.૫૫ ઘટીને રૂ.૫૫,૯૯૪.૨૦ રહ્યા હતા. 

LMEમાં નરમાઈ પાછળ મેટલ શેરોમાં વેચવાલી : જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, જિન્દાલ, ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો ઘટયા

લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલ-ઈન્ડસ્ટ્રીયલ મેટલમાં કોપર સહિતના ભાવો ઘટતાં રહેતાં સ્થાનિકમાં આજે મેટલ-માઈનીંગ શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૨૮૦.૫૫, સેઈલ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૫૧.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૬૩.૨૫, ટાટા સ્ટીલ રૂ.૧૪ ઘટીને રૂ.૪૯૩.૩૦, વેદાન્તા રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૬૫.૮૦, હિન્દાલ્કો રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૯૯.૪૦ રહ્યા હતા. 

ક્રુડ બ્રેન્ટ ઘટીને ૧.૯૩ ડોલર ઘટીને ૬૮.૧૮ ડોલર : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈઓસી, HPCL, બીપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે ૭૦ ડોલરની સપાટી કુદાવી ગયા બાદ આજે ફરી ઝડપી ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ સાંજે બેરલ દીઠ ૧.૯૩ ડોલર ઘટીને ૬૮.૧૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧.૮૮ ડોલર ઘટીને ૫૭.૨૬ ડોલર બોલાતા હતા. ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની વેચવાલી રહી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૮૦.૧૦, ઓએનજીસી રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૭૧.૫૫, આઈઓસી રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૬૦.૫૦, એચપીસીએલ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૩૧૩.૪૦, બીપીસીએલ રૂ.૩.૯૫ ઘટીને રૂ.૩૯૯.૦૫,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૧૩૧૩.૨૫ રહ્યા હતા.  

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની  ફરી વ્યાપક ઓફલોડિંગ : ૧૫૦૩ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની ફરી વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૨૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૦૬૧ અને ઘટનારની સંખ્યા ૧૫૦૩ રહી હતી. અલબત ૧૮૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૂ.૩૦૪ કરોડ, ફયુચર્સમાં રૂ.૧૫૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.૩૦૪.૨૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૫૨૦.૬૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૮૨૪.૯૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં પણ કુલ રૂ.૧૫૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૭૩૪.૧૭ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૭૯૧.૭૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૯.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૯૦૭.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૦૯૭.૧૪ કરોડની વેચવાલી થઈ હતી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wu1F6q
via Latest Gujarati News

Post a Comment

0 Comments