મુંબઈ, તા. 29 મે, 2019, બુધવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.પામતેલના ભાવ વધી ઉંચામાં ૧૦ કિલોના રૂ.૬૦૦ની સપાટીને ફરી આંબી ગયા હતા. સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ નરમાઈ આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર ઉછાળો બતાવતા હતા. અમેરિકામાં પ્રતિકૂળ હવામાન તથા મંદીવાળાના વેચાણો કપાતા તેમજ ચીન સાથે વેપાર યુદ્ધની અસરથી અમેરિકાના ખેડૂતોને ઉગારવા અમેરિકાની સરકાર મોટું પેકેજ ખેડૂતોને આપશે એવા સમાચારો વચ્ચે ત્યાં ભાવ ઉછળતા રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૭થી ૨૮ પોઈન્ટ વધ્યા પછી પ્રોજેકશનમાં ભાવ વધુ વધી ૯૦થી ૯૫ પોઈન્ટ પ્લસમાં રહ્યા પછી સાંજે ભાવ ૬૫થી ૬૬ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચાર હતા.
ત્યાં સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ૨૬૦થી ૨૬૨ પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે સોયાખોળનો વાયદો ત્યાં ઓવરનાઈટ ૧૨૩ પોઈન્ટ ઉછળ્યો હતો. અમેરિકામાં સોયાબીનનું પ્લાન્ટીંગ ધીમું રહ્યાના વાવડ હતા. દરમિયાન, ચીનથી મળતા સમાચાર મુજબ ચીનના બાયરોએ આર્જેન્ટીનાથી ૯૦ હજાર ટન સોયાખોળની ખરીદી કર્યાના વાવડ હતા. મલેશિયામાં પામતેલનો વાયદો વધી છેલ્લે ૨૬, ૩૫, ૩૫ તથા ૩૯ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. પામ પ્રોડકટના ભાવ આજે પાંચ ડોલર વધ્યા હતા. મલેશિયાની કરન્સીના ભાવ ઘટી ૬ મહિનાના તળિયે ઉતર્યા છે અને તેની અસર પણ ત્યાં પામતેલના બજારો પર વર્તાઈ રહી હતી.
મુંબઈ બજારમાં આજે હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના વધી રૂ.૫૯૮ તથા જેએનપીટીના રૂ.૫૯૩ હતા. રૂ.૬૦૦માં વિવિધ રિફાઈનરીના વિવિધ ડિલીવરીના વેપારો કુલ આજે આશરે બે હજાર ટનના થયાની ચર્ચા બજારમાં સંભળાતી હતી. ક્રૂડ પામ આઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૫૧૫ હતા.
દરમિયાન વાયદા બજારમાં સાંજે સીપીઓ મે વાયદો રૂ.૪.૮૦ તથા જૂન વાયદો રૂ.૪.૪૦ ઉંચો બોલાયો હતો. જ્યારે સોયાતેલનો વાયદો સાંજે જૂન રૂ.૬.૯૦ તથા જુલાઈ રૂ.૭.૨૫ ઉંચો બોલાયો હતો. અમેરિકામાં શિકાગો બજારમાં પ્રોજેકશનમાં ભાવ સાંજે સોયાબીન વાયદાના તેમજ સોયાખોળ વાયદાના ઉંચા બોલાયા હતા.
મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૭૧૫ તથા રિફા.ના રૂ.૭૪૮થી ૭૫૦ હતા. સનફલાવરના ભાવ વધી રૂ.૭૪૦ તથા રિફા.ના રૂ.૭૭૦ હતા. સિંગતેલના ભાવ જોકે ૧૦ કિલોના ઘટી રૂ.૧૦૨૫ હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ ઘટી રૂ.૯૭૫થી ૧૦૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૮૦થી ૧૬૦૦ હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ જોકે વધી રૂ.૭૨૦ હતા જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ વધી રૂ.૭૫૮ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ રહ્યા હતા.
મુંબઈ ખોળ બજારમાં સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૧૮૦થી ૩૩૧૮૫ વાળા રૂ.૩૩૦૭૫થી ૩૩૦૮૦ હતા. જ્યારે એરંડા ખોળના ભાવ વધી રૂ.૬૭૫૦ હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. એરંડા વાયદા બજારમાં આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી સુધારા પર રહ્યાના સમાચાર હતા. એરંડા જૂન વાયદાના ભવા આજે સાંજે રૂ.૩૨ વધ્યા હતા.
જ્યારે જુલાઈના ભાવ રૂ.૨૪ વધ્યા હતા. વિશ્વ બજારમાં સન ફલવારના ભાવ કાચાતેલના વધી સીઆઈએફ ધોરણે ઉછળી વિવિધ ડિલીવરીઓના ૭૪૭.૫૦તી ૭૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા.
ઘરઆંગણે મગફળીની આવકો સવારે ગોંડલ બાજુ આશરે ૧૧ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૫૫૦૦ ગુણી આવી હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૦૨૦થી ૧૦૫૦ રહ્યાના નિર્દેશો હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MhOBx5
via Latest Gujarati News
0 Comments