મહામુંબઈ ક્ષેત્રમાં ખાલી પડેલા 24 હજારથી વધુ ફ્લેટો


- બિલ્ડરો લોભામણી ઓફરો કરે છે છતાં કોઈ નવા ફ્લેટ ખરીદવા જલ્દી તૈયાર નથી થતું

મુંબઈ,તા. 15 મે 2019, બુધવાર

રિયલ એસ્ટેટ ક્ષેત્રની હાલત કેવી છે તેનો અંદાજ  આ હકિકતથી આવે એમ છે કે મહામુંબઈ ક્ષેત્ર (એમએમઆર-મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં લગભગ ૨૪ હજાર ફ્લેટ વેંચાયા વિના ખાલી પડેલા છે. ફ્લેટના ઊંચા ભાવને લીધે ખરીદનારા મળતા નથી.

પનવેલ અને ઉરણ જેવાં મહામુંબઈ ક્ષેત્રના પ્રમાણમાં સસ્તા ઘરો પણ ખરીદવાનું મોટા ભાગના લોકોનું ગજુ નથી. બિલ્ડરો દ્વારા ગ્રહકોને આકર્ષવા માટે અનેક સ્કીમો વહેતી મૂકવામાં આવ્યા છતાં ફ્લેટ ખરીદવા માટે કોઈ તૈયાર નથી થતા એમ એક હિન્દી સાંધ્ય દૈનિકના અહેવાલમાં જણાવાયું હતું.

મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ આવી જ કફોડી હાલત પ્રવર્તી રહી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૬.૭૦ લાખ ઘરમાંથી ફક્ત ૩.૫૦ લાખ ઘરો જ વેંચાયા હતા. બાકીના ખાલી પડયા છે.

છેલ્લા પાંચ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે. બેન્કો તરફથી લોનની સુવિધા આપવામાં આવતી હોવા છતાં ફ્લેટોની કિંમત જ એટલી ઊંચી હોય છે કે લોકો નવો ફ્લેટ ખરીદવાની હિંમત નથી કરી શકતા. એટલે જ બિલ્ડરો ગ્રાહકોને આકર્ષવા માટે સોનાની લગડી, મોટરકાર, એનઆરઆઈને ખાસ ડિસ્કાઉન્ટ, ફ્રી સ્ટેમ્પ ડયુટી જેવી લોભામણી ઓફરો કરે છે. પરંતુ જ્યાં ફ્લેટની કિંમત જ આભને આંબતી હોય ત્યાં આવી લોભામણી ઓફરોથી કોમ ભરખાય?



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HqnJGN
via Latest Gujarati News

Post a Comment

0 Comments