- કુદરતી પરિબળોના સુક્ષ્મ અભ્યાસના આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ૧,જૂન નક્કી થઇ છે
- આ કુદરતી ચક્રમાં એક સપ્તાહ આગળ અને એક અઠવાડિયું પાછળ એવો ફેરફાર પણ થાય છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તાઃ 15 મે 2019, બુધવાર
વર્ષા ઋતુનું રૂમઝૂમ રૂમઝૂમ આગમન ૬,જૂને કેરળના સમુદ્ર કિનારા પર આવી પહોંચશે એવી સત્તાવારઆગાહી આજે ભારતીયહવામાન ખાતાએ કરી હતી.
સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન ૧,જૂને કેરળમાં થાય તેવું કુદરતી ચક્ર છે.આમ છતાં ૨૦૧૯નું ચોમાસુ છ દિવસ મોડું બેસશે એવો વરતારો હવામાન ખાતાએ આપ્યો હતો.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે કેરળમાં નૈઋત્યના ચોમાસાના આગમનમાં છ દિવસનોવિલંબ નથી.વરસો સુધી કુદરતી પરિબળોના સુક્ષ્મ અભ્યાસ બાદ કેરળમાં વર્ષા ઋતુના આગમનની ૧,જૂન તારીખ નક્કી કરવામાં આવી છે.
વળી,આ સમય અને તારીખ ખરેખર તો સરેરાશ નિરીક્ષણ છે.એક પ્રમાણ છે અને તેમાં સાત દિવસનો સરેરાશ તફાવત રાખવામાં આવ્યો છે.એટલે કે કેરળમાં ચોમાસુ કાં તો ૧,જૂન પહેલાંના સાતેક દિવસ અથવા ત્યારબાદના એક સપ્તાહ દરમિયાન બેસે એવું કુદરતી ચક્ર છે.
ઉદાહરણરૂપે ૨૦૧૮માં કેરળમાં મેઘરાજાની સવારી ૨૯,મે,૨૦૧૭માં ૩૦,મેના રોજ જ્યારે ૨૦૧૬માં ૮,જૂન અને ૨૦૧૫માં ૫,જૂને આવી હતી.
મેઘરાજાની સવારી કેરળથી શરૂ થઇને મુંબઇમાં ૧૦,જૂને આવે છે એવું પણ સામાન્ય કુદરતી ચક્ર છે.આમ છતાં આ પ્રાકૃતિક ચક્રમાં પણ ફેરફાર થવાની પૂરી શક્યતા રહે છે. ચોમાસાનો માર્ગ કેરળથી શરૂ કરીને તામિલનાડુ,કર્ણાટક,ગોવા અને મહારાષ્ટ્ર એવો છે.હવે વર્ષા ઋતુને કેરળથી મહારાષ્ટ્ર- મુંબઇ સુધીના પ્રવાસ દરમિયાન પણ સમુદ્રમાંનો ભેજ, દરિયામાંનો કરન્ટ,પવનની દિશા અને તેની ગતિ વગેરે જેવાંસ્થાનિક કુદરતી પરિબળોની મદદ જરૂરી હોય છે.આ બધાં કુદરતી પરિબળો જેટલાં સાનુકુળ રહે તેટલું ચોમાસુ સરળતાથી આગળ વધી શકે.આ પરિબળોમાં અવરોધ સર્જાય તો ચોમાસુ પણ કેરળથી મુંબઇ અને ત્યારબાદ ઉત્તર ભણીના માર્ગમાં સરળતાથી આગળ ન વધી શકે.
જોકે હાલનાં કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખતાં ૨૦૧૯માં વર્ષા ઋતુનું ભીનું ભીનું આગમન મુંબઇમાં લગભગ ૧૫,જૂન સુધીમાં થાય તેવો વરતારો પણ હવામાન ખાતાએ આપ્યો હતો.જોકે મુંબઇ અને તેનાં આજુબાજુના વિસ્તારમાં પ્રિમોન્સુનએક્ટિવિટી(ચોમાસા પહેલાંની ગતિવિધિ) લગભગ ૭-૮ જૂન દરમિયાન શરૂ થાય તેવી શક્યતાદર્શાવી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YqLJiq
via Latest Gujarati News
0 Comments