(પીટીઆઇ) લંડન, તા. ૧૫
સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડન સ્થિત ઘર માટેની મોર્ગેજ લોન અંગે સ્વીટ્ઝરલેન્ડની બેંક યુબીએસ સાથેના કાયદાકીય વિવાદનું સમાધાન મેળવી લીધું છે.
બેંકે માલ્યાને લંડનના એક મોંઘા વિસ્તારમાં એક રેસિડેન્સિયલ ફલેટ માટે આપવામાં લોનની ચૂકવણી માટે આગામી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
આ કેસની સુનાવણી ગત સપ્તાહમાં થવાની હતી.
જો કે બ્રિટિશ હાઇ કોર્ટના ચેન્સેરી ડિવિઝનના જજ સિમોન બાર્કર દ્વારા સોમવારે જારી કોર્ટના સહમતિ આદેશ અનુસાર કેસમાં સમજૂતી થયા પછી સુનાવણી રદ કરવામાં આવી હતી.
જજે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે માલ્યાને મકાનમાં રહેવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જો ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધી માલ્યા લોનની ચૂકવણી નહીં કરે તો તેમની સંપત્તિ બેંક કબજામાં લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે માલ્યા હાલમાં જેલમાં છે. ભારતમાં પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધની અપીલની સુનાવણી બ્રિટનની હાઇકોર્ટમાં બે જુલાઇના રોજ થવાની છે.
પૂર્વ કિંગફિશર એરલાઇન્સના વડાને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમના પર ૯૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ મૂકવામાં આવ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Eb810a
via Latest Gujarati News
0 Comments