
લંડન, 24 મે 2019, શુક્રવાર
મહારાણી એલિઝાબેથ બીજાને સોશિયલ મીડિયા મેનેજરની જરૂર છે. નોકરી માટે રોયલ ફેમેલી તરફથી જોબ લિસ્ટિંગ વેબસાઈટ પર જાહેરાત આપવામાં આવી છે. જોબ લિસ્ટિંગ વેબસાઈટ અનુસાર ડિજિટલ કોમ્યુનિકેશન ઓફિસરને મહારાણી માટે કામ કરવાનું હશે. તેમણે મહારાણીની હાજરી વૈશ્વિક મંચ પર સોશિયલ મીડિયા પર એક્ટિવ રાખવાની હશે. નોકરી કરનારને પગાર તરીકે 30 હજાર પાઉન્ડ એટલે 26 લાખથી વધારે રૂપિયા આપવામાં આવશે.
મહારાણીના સોશિયલ મીડિયા મેનેજરએ સોમવારથી શુક્રવાર સુધીમાં 37.5 કલાક કામ કરવાનું હશે. તેને વર્ષમાં 33 દિવસની રજા મળશે અને દિવસનું જમવાનું આપવામાં આવશે. ઓફિસરએ નોકરી બકિંઘમ પેલેસમાં કરવાની હશે. તેણે સોશિયલ મીડિયા પર રોજ આવતી ખબરોનું પ્રબંધન કરવાનું હશે. સાથે જ તેણે ડિજિટલ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરવાનું હશે. સોશિયલ મીડિયા ઓફિસરએ એક ટીમ પણ હેન્ડલ કરવાની હશે. રોયલ પરીવાર સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવી પડશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K0OCT3
via Latest Gujarati News
0 Comments