બજારમાં પૂરવઠો વધતા કઠોળના ભાવ ટેકાના ભાવથી નીચે સરકી ગયા

મુંબઈ, તા. 02 મે, 2019, ગુરૂવાર

ચણા, મસુર, અડદ તથા મગ જેવા કઠોળના રવી પાકના આગમન તથા સરકાર દ્વારા ખુલ્લી બજારમાં માલ ઠલવાતા કઠોળના ભાવ પર ઘટાડા તરફી દબાણ આવ્યું છે. 

જથ્થાબંધ બજારમાં  ચણાના ભાવ ટેકાના ભાવથી ૬ ટકા નીચે જ્યારે મસુરના ભાવ ૮ ટકા નીચે ગયા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અડદ તથા મગના ભાવ ટેકાના ભાવથી ૧૦ ટકા ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યા છે. અડદના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૦૦૦ જ્યારે મગના રૂપિયા ૬૪૦૦ છે. ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૪૩૫૦ જ્યારે મસુરના રૂપિયા ૪૧૦૦ જાહેર કરાયા છે.

ભાવને ગતિ આપવા સરકાર દ્વારા ખરીદી તથા નિકાસ પ્રોત્સાહનોની અપેક્ષા રખાતી હતી પરંતુ તુવેર સિવાય મોટાભાગના કઠોળના જથ્થાબંધ ભાવ નીચા બોલાઈ રહ્યા છે. 

જો સરકાર દ્વારા ખરીદીમાં વધારો કરવામાં આવે અથવા નિકાસ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવે તો ભાવમાં મક્કમતા જોવા મળશે એમ એક ટ્રેડરે જણાવ્યું હતું. જો કે મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા હરિયાણામાંથી ચણા, રાયડો અને મસુરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ હોવાનો નાફેડ દ્વારા દાવો કરાયો છે. જો કે સાથોસાથ ખરીફ મગ, અડદ તથા મગફળીનું વેચાણ પણ શરૂ કરાયાનું નાફેડના અધિકારીએ જણાવ્યું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UWVEu7
via Latest Gujarati News

Post a Comment

0 Comments