મુંબઈ,તા. 02 મે, 2019, ગુરૂવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. નવી માગ પાંખી હતી. વિશ્વ બજારના સમાચાર ઝડપી ઘટાડો બતાવતા હતા. અને તેના પગલે ઘરઆંગણે હાજર તથા વાયદા બજારાં લેનારા ઓછા તથા વેચનારા વધુ જેવી સ્થિતિ જોવા મળી હતી. પામતેલના ભાવ ગબડી ૧૦ કિલોના રૂ.૬૦૦ની અંદર ઉતરી ગયા હતા. દેશી ખાદ્યતેલોમાં આજે સિંગતેલના ભાવ વધ્યા મથાળે જોકે મક્કમ હતા. કપાસિયા તેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ઘટાડા પર હતા.
મલેશિયામાં પામતેલના ભાવ વાયદાના ગબડી છેલ્લે ૩૨, ૬૫, ૬૬ તથા ૬૬ પોઈન્ટ માઈનસમાં હતા જ્યારે પામ પ્રોડકટના ભાવ પાંચ ડોલર નરમ બોલાયા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ગબડી રૂ.૬૦૦ તથા જેએનપીટીના રૂ.૫૯૮ હતા. નવા વેપારો પાંખા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૫૨૨ જ્યારે સીપીઓ વાયદાના ભાવ ઘટી સાંજે રૂ.૫૧૮.૪૦ તથા સોયાતેલ વાયદાના ભાવ ઘટી સાંજે રૂ.૭૩૫.૨૦ બોલાયા હતા.
મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૬૮૮ તથા રિફા.ના રૂ.૭૨૮ હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૦થી ૨૩ પોઈન્ટ નરમ રહ્યા પછી પ્રોજેકશનમાં ભાવ સાંજે વધુ૧૩થી ૧૪ પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યા હતા. ત્યાંના ઓવરનાઈટ સમાચારમાં સોયાબીનનો વાયદો ૧૬થી ૨૨ પોઈન્ટ માઈનસમાં હતો જ્યારે સોયાખોળનો વાયદો નજીવો સુધારો બતાવતો હતો. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૭થી ૧૯ પોઈન્ટ માઈનસમાં રહ્યાના વાવડ હતા.
મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ ઘટી રૂ.૭૪૬ હતા રાજકોટ બાજુ કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૭૦૦ની અંદર ઉતરી રૂ.૬૯૫થી ૬૯૭ રહ્યા હતા. મુંબઈ બજારમાં સનફલાવરના ભાવ રૂ.૭૧૦ તથા રિફા.ના ઘટી રૂ.૭૫૭ હતા જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૭૫૦ના મથાળે સૂસ્ત હતા.સિંગતેલના ભાવ રૂ.૧૦૨૦ના મથાળે ઉછાળો પચાવી અથડાતા રહ્યા હતા.
રાજકોટ બાજુ ભાવ રૂ.૯૭૫થી ૧૦૦૦ તથા ૧૫કિલોના ભાવ રૂ.૧૫૮૦થી ૧૬૦૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના ભાવ આજે રૂ.૨ ઘટી કોમર્શિયલના રૂ.૧૧૭૨, એફએસજીના રૂ.૧૧૮૨ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૬૨ હતા. જ્યારે મુંબઈ હાજર એરંડાનો ભાવ રૂ.૫૭૨૦ વાળા ૫૭૧૦ હતા. મુંબઈ ખોળ બજારમાં કપાસિયા ખોળના ભાવ આજે ટનનારૂ.૨૦૦ વધી રૂ.૨૮૦૦૦ને આંબી ગયા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૨૩૪૫થી ૩૨૩૫૦ વાળા રૂ.૩૨૦૩૫ હતા જોકે એરંડા ખોળના ભાવ રૂ.૫૮૫૦ વાળા આજે ૬૦૦૦ હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક તથા ઉત્પાદન વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી નીચા આવતાં તેની અસર આજે વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ પર જોવા મળી હોવાનું ખેલાડીઓએ જણાવ્યું હતું.એરંડા વાયદાના ભાવ સાંજે ઉછળી રૂ.૧૫૪ તથા રૂ.૧૩૪ ઉંચા બંધ હતા. સીપીઓ તથા સોયાતેલ વાયદો જોકે સાંજે રૂ.૪.૧૫થી ૫.૨૦ માઈનસમાં હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZTcjT2
via Latest Gujarati News
0 Comments