શેરોમાં ફંડોનું ઉછાળે ઓફલોડિંગ : સેન્સેક્સ ફરી ૩૯૦૦૦ની સપાટી ગુમાવી ૫૦ પોઈન્ટ ઘટીને ૩૮૯૮૧

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 02 મે, 2019, ગુરૂવાર

લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂરું થઈ ગયા બાદ બહુમતી વર્ગની ધારણા દેશમાં સ્પષ્ટ બહુમતી સાથે સ્થિર સરકાર  ફરી સત્તારૂઢ થવાની હોવા સામે અમુક વર્ગ હજુ અનિશ્ચિતતા બતાવી દેશમાં આ વખતે અપસેટ સર્જાઈને અસ્થિર સરકાર રચાશે એવી ધારણા મૂકી રહ્યો હોવા  સાથે આર્થિક મોરચે નબળા આંકડાએ ફંડોએ આજે શેરોમાં ઉછાળે સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. આર્થિક મોરચે ભારતનો નિક્કી ઈન્ડિયા મેન્યુફેકચરીંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ(પીએમઆઈ) માર્ચના ૫૨.૬ થી ઘટીને એપ્રિલમાં ૫૧.૮ થઈ જતાં અને ઓટોમોબાઈલ કંપનીઓના એપ્રિલ ૨૦૧૯ મહિનાના વાહનોના વેચાણના આંકડા ઘટાડાના જાહેર થતાં ફંડોએ આજે ફરી ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી કરી હતી. આ સાથે બેંકિંગ, ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯  પૈસા નબળો પડીને રૂ.૬૯.૩૭ થઈ જવા સાથે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ પણ અમેરિકામાં ઉત્પાદનમાં વધારાએ બ્રેન્ટની ઘટીને ૭૧ ડોલરની અંદર ૭૦.૭૫ ડોલર આવી જવા છતાં શેર બજારોમાં  સાવચેતીમાં ઉછાળે વેચવાલી નીકળી હતી. સેન્સેક્સ બે-તરફી વધઘટના અંતે ૫૦.૧૨ પોઈન્ટ ઘટીને ૩૮૯૮૨.૪૩ અને નિફટી સ્પોટ ૨૩.૪૦ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૪.૭૫ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ ફરી ૩૯૦૦૦ની સપાટી ગુમાવી :  ઉપરમાં ૩૯૧૮૯ થઈ ૩૮૮૮૨ સુધી ગબડી અંતે ૫૦ પોઈન્ટ ઘટીને ૩૮૯૮૧

ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતી થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૩૧.૫૫ સામે ૩૯૦૩૬.૫૧ મથાળે ખુલીને આરંભમાં નરમાઈ બતાવ્યા બાદ બેંકિંગ શેરોમાં  યશ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ સહિતમાં લેવાલી થતાં અને હીરો મોટોકોર્પ, બજાજ ઓટો સાથે અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, મારૂતી સુઝુકી સહિતમાં આકર્ષણે એક તબક્કે ૧૫૮.૪૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૯૧૮૯.૯૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના ઓટો શેરો અને બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ  બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ઓફલોડિંગ થતાં અને આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટીસીએસમાં વેચવાલી થતાં અને હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, એશીયન પેઈન્ટસ, ટાટા સ્ટીલમાં નરમાઈએ સુધારો ધોવાઈ નીચામાં ૩૮૮૮૨.૯૯ સુધી આવી અંતે ૫૦.૧૨ પોઈન્ટ ઘટીને ૩૮૯૮૨.૪૩ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ૧૧૭૦૦ની સપાટી અકબંધ રહી : નીચામાં ૧૧૬૯૯ થઈ અંતે ૨૩ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૫

એનએસઇનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૪૮.૧૫  સામે ૧૧૭૨૫.૫૫ મથાળે ખુલીને આરંભમાં સાવચેતી બાદ ફંડોની બેંકિંગ શેરોમાં યશ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, એચડીએફસી લિમિટેડ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સાથે ઓટોમોબાઈલ શેરોમાં બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકીમાં લેવાલી અને પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો સાથે  ઈન્ફ્રાટેલ, આઈટીસી, અદાણી  પોર્ટસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, સિપ્લા, વેદાન્તા સહિતમાં આકર્ષણે ૪૧.૧૫ પોઈન્ટ વધીને ઉપરમાં  ૧૧૭૮૯.૩૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ, ઝી, ટાટા મોટર્સ સાથે આઈટી શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, વિપ્રો તેમ જ હિન્દુસ્તાન યુનિલિવર, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, ગ્રાસીમ, હિન્દાલ્કો, યુપીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ સહિતમાં નરમાઈએ નીચામાં ૧૧૬૯૯.૫૫ સુધી આવી અંતે ૨૩.૪૦ પોઈન્ટ ઘટીને ૧૧૭૨૪.૭૫ બંધ રહ્યો હતો. 

નિફટી ૧૧,૮૦૦નો કોલ ૫૫.૯૦ થી ઘટીને ૩૮.૫૫ : નિફટી ૧૧,૭૦૦નો પુટ ૬૦.૬૦ થી ઘટીને ૪૭.૫૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ અફડાતફડીમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યો હતો. ૯,મે ૨૦૧૯ની એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં આજે નિફટી ૧૧,૮૦૦નો કોલ ૯૩,૪૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૮૩૦૬.૫૦ કરોડના કામકાજે ૫૫.૯૦ સામે ૪૫.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૦ થઈ ઘટીને ૩૬ સુધી આવી અંતે ૩૮.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૮૪,૩૪૦ કોન્ટ્રેકટસમાં રૂ.૭૪૩૦.૮૩ કરોડના કામકાજે ૬૦.૬૦ સામે ૬૩.૧૫ મથાળે ખુલીને નીચામાં ૩૨.૮૦ અને  ઉપરમાં ૭૫.૯૦ સુધી જઈ અંતે ૪૭.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો કોલ ૫૩,૩૧૦ કોન્ટ્રેકટસમાં રૂ.૪૭૬૫.૩૯ કરોડના કામકાજે ૨૬.૮૫ સામે ૨૪.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૭ થઈ ઘટીને ૧૩.૩૫ સુધી આવી અંતે ૧૪.૨૦ રહ્યો હતો. 

મે નિફટી ફયુચર વધીને ૧૧,૮૩૪ થઈ અંતે ૧૧,૭૬૪ : બેંક નિફટી ફયુચર વધીને ૩૦,૦૪૭ થઈ ઘટીને ૨૯,૮૧૦

નિફટી મે ફયુચર ૧,૧૩,૬૦૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૦૪૧.૯૨ કરોડના કામકાજે ૧૧,૭૯૧.૫૫ સામે ૧૧,૭૫૧.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૮૩૪.૪૦ થઈ ઘટીને ૧૧,૭૩૫ સુધી આવી અંતે ૧૧,૭૬૪ રહ્યો હતો. નિફટી જૂન ફયુચર ૩૦૬૫ કોન્ટ્રેકટસમાં રૂ.૨૭૧.૯૦ કરોડના કામકાજે ૧૧,૮૩૪.૩૦ સામે ૧૧,૭૯૦.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૮૭૩.૫૫ થઈ ઘટીને ૧૧,૭૭૭.૧૫ સુધી આવી અંતે ૧૧,૮૦૯.૧૦ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૨૯,૨૬૮ કોન્ટ્રેકટસમાં રૂ.૭૭૨૭.૩૪ કરોડના કામકાજે ૨૯,૮૯૧.૭૦ સામે ૨૯,૭૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૦૪૭.૧૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૨૯,૭૩૦.૦૫ સુધી આવી અંતે ૨૯,૮૧૦ રહ્યો હતો. 

ICICI, ઈન્ડસઈન્ડ, એક્સીસ ઘટયા : યશ બેંક, કેનફિન હોમ, બંધન બેંક, રિલાયન્સ કેપિટલ, એચડીએફસી લાઈફ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૩૯૪.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૫.૧૦ ઘટીને રૂ.૧૫૬૨.૬૦, એક્સીસ બેંક રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૭૫૨.૬૫,  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૩૦૭.૪૫,  સિટી યુનિયન બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૯૯, મહારાષ્ટ્ર બેંક રૂ.૧.૩૨ ઘટીને રૂ.૧૬.૮૫, એડલવેઈઝ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૪૦.૬૫, આઈએફસીઆઈ રૂ.૧૦.૦૨, શ્રેઈ ઈન્ફ્રા ફાઈનાન્સ રૂ.૧.૧૫ ઘટીને રૂ.૨૪.૮૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૮.૧૫ ઘટીને રૂ.૬૮૩.૫૫, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૨.૧૫ ઘટીને રૂ.૭૩.૫૦, ભારત ફિન રૂ.૨૬.૪૫ ઘટીને રૂ.૯૮૧.૨૦ રહ્યા હતા. જ્યારે યશ બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૧૭૩.૮૦, ફેડરલ બેંક રૂ.૧.૫૫ વધીને રૂ.૯૪.૨૦, એચડીએફસી બેંક રૂ.૩૮.૪૫ ઘટીને રૂ.૨૩૫૩.૯૫, કોટક બેંક રૂ.૨૦.૬૫ ઘટીને રૂ.૧૪૦૭.૭૦ રહ્યા હતા. જ્યારે કેનફિન હોમ રૂ.૨૫.૧૦ વધીને રૂ.૩૪૨.૬૫, બંધન બેંકના ત્રિમાસિક પરિણામે રૂ.૨૪.૬૦ વધીને રૂ.૬૨૨.૬૦, એચડીએફસી લાઈફ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૪૧૭, બજાજ હોલ્ડિંગ રૂ.૧૨૨.૪૫ વધીને રૂ.૩૨૨૨.૫૦, રિલાયન્સ કેપિટલ રૂ.૪.૦૫ વધીને રૂ.૧૩૬.૯૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૦.૨૦ વધીને રૂ.૭૩૬.૮૫, ગૃહ ફાઈનાન્સ રૂ.૭.૮૫ વધીને રૂ.૩૨૪.૭૦, ફાઈવપૈસા રૂ.૬.૮૫ વધીને રૂ.૨૯૫.૮૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૫૦.૪૫, એબી કેપિટલ રૂ.૨ વધીને રૂ.૯૯.૮૦ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : બાયોકોન, કેડિલા, એસ્ટ્રાઝેનેકા, આરપીજી લાઈફ, ઓરોબિન્દો ફાર્મા, ઈન્ડોકો રેમેડિઝ ઘટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોનું ફરી પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બાયોકોન રૂ.૩૨ ઘટીને રૂ.૫૬૦.૯૦, કેડિલા હેલ્થકેર રૂ.૯.૭૫ ઘટીને રૂ.૩૧૫.૨૦,  એસ્ટ્રાઝેનેકા રૂ.૬૫.૮૦ ઘટીને રૂ.૨૨૯૫.૦૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૭૯૭.૮૦, એપીએલ લિમિટેડ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૫૪૫.૯૦, અપોલો હોસ્પિટલ રૂ.૨૨.૩૫ ઘટીને રૂ.૧૧૯૩.૬૦, ગ્લેનમાર્ક રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૬૯૩, વોખાર્ટ રૂ.૬.૪૦ ઘટીને રૂ.૪૦૬.૫૫, દિવીઝ લેબ રૂ.૨૮.૯૦ ઘટીને રૂ.૧૭૧૪.૦૫, ઈન્ડોકો રેમેડિઝ રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૯૬.૫૦, ન્યુલેન્ડ લેબ રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૬૯૩, ટોરન્ટ ફાર્મા રૂ.૨૬.૪૦ ઘટીને રૂ.૧૭૬૫.૭૫, મર્ક રૂ.૩૦.૭૫ ઘટીને રૂ.૩૬૮૬.૬૫ રહ્યા હતા. 

ડોલર ૧૯ પૈસા તૂટીને રૂ.૬૯.૩૭ : આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ઓરેકલ ફિનસર્વ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી ઘટયા

રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯ પૈસા તૂટીને રૂ.૬૯.૩૭ થઈ જવા સાથે અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં ફંડોની આજે આઈટી-સોફટવેર શેરોમાં વેચવાલી થઈ હતી. ઈન્ફોસીસ રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૭૨૯.૮૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૩.૪૫ ઘટીને રૂ.૩૪૩૮.૫૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૩.૪૫ ઘટીને રૂ.૧૧૫૯.૯૦, ટીસીએસ રૂ.૪૦.૫૫ ઘટીને રૂ.૨૨૧૪.૪૦, વિપ્રો રૂ.૪.૮૫ ઘટીને રૂ.૨૯૩.૫૫ રહ્યા હતા. 

ક્રુડ બ્રેન્ટ તૂટીને ૭૧ ડોલરની અંદર : રૂપિયો મજબૂત બન્યો છતાં  એચપીસીએલ, ગેઈલ,  બીપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલમાં અમેરિકામાં સ્ટોક વધીને આવતાં આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના ઘટીને ૭૧ ડોલરની અંદર ૭૦.૭૫ ડોલર જેટલા થઈ જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર પણ ૧૯ પૈસા નબળો પડવા છતાં આજે ઓઈલ શેરોમાં એકંદર નરમાઈ રહી હતી. એચપીસીએલ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૨૮૧.૮૫, ગેઈલ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૩૪૭.૪૦, કેસ્ટ્રોલ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૫૦.૪૦, બીપીસીએલ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૩૭૭.૬૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૨૩૮.૭૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ : ૧૪૪૪  શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ-નિફટી બેઝડ અફડાતફડીના અંતે સાધારણ નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોની સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને વધનારની સંખ્યા ૧૦૭૩ રહી હતી. ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

DIIની કેશમાં રૂ.૭૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી : FIIની કેશમાં રૂ.૫૯૮ કરોડની ચોખ્ખી ખરીદી

ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૭૯૧.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૭૮૪.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૫૭૫.૭૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટોરની આજે કેશમાં રૂ.૫૯૭.૫૪કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૭૫૯.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૬૧.૮૬ કરોડની વેચવાલી થઈ હતી.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UWVHWP
via Latest Gujarati News

Post a Comment

0 Comments