મુંબઇ, તા. ૨
એપ્રિલ મહિનામાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના વેચાણમાં ૧૭.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ, ૨૦૧૯માં મારુતિનું વેચાણ ઘટીને ૧,૪૩,૨૪૫ યુનિટ રહ્યું છે. ગયા વર્ષે એપ્રિલમાં મારુતિએ ૧,૭૨,૯૮૬ યુનિટનું વેચાણ કર્યુ હતું.
દેશની બીજી અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સના કારના વેચાણમાં પણ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ, ૨૦૧૯માં ટાટા મોટર્સે ૧૨,૬૯૪ કારનું વેચાણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૧૮માં ટાટા મોટર્સે ૧૭,૨૩૫ કારનું વેચાણ કર્યુ હતું.
આ ઉપરાંત માર્ચ, ૨૦૧૯માં ટાટા મોટર્સે ૧૭,૮૧૦ કારનું વેચાણ કર્યુ હતું. કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો એપ્રિલ, ૨૦૧૯માં ટાટા મોટર્સે ૨૯,૮૮૩ યુનિટનું વેચાણ કર્યુ છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. ગયા વર્ષે એપ્રિલમાં ટાટા મોટર્સે ૩૬,૨૭૬ યુનિટનું વેચાણ કર્યુ હતું.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એપ્રિલ મહિનામાં કુલ ૪૩,૭૨૧ વાહનોનું વેચાણ કર્યુ છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૯ ટકા ઓછું છે. ગયા વર્ષે એપ્રિલમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૪૮,૦૯૭ વાહનોનું વેચાણ કર્યુ હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GWaD2x
via Latest Gujarati News
0 Comments