નવી દિલ્હી, તા. ૨
રાયબરેલીમાં પોતાની માતા સોનિયા ગાંધી માટે પ્રચાર કરી રહેલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે ચૂંટણીમાં ભાજપને લાભ પહોંચાડવાને બદલ મરી જવાનું પસંદ કરીશ.
ઉલ્લેખનીય છે કે બસપા સુપ્રીમો માયાવતીએ આરોપ મૂક્યો છે કે કોંગ્રેસ ગુપ્ત રીતે ભાજપને ફાયદો પહોંચાડી રહી છે. પ્રિયંકાએ જણાવ્યું છે કે મેં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે. અમારા ઉમેદવાર મજબૂતીથી લડી રહ્યાં છે. હું ભાજપને ફાયદો પહોંચાડવાને બદલે મરવું પસંદ કરીશ. અમે એવા ઉમેદવારોની પસંદગી કરી છે કે જે મજબૂતીથી ચૂંટણી લડશે અથવા ભાજપના મત કાપશે.
આ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે પ્રિયંકા ગાંધીના એ નિવેદનને ફગાવી દીધો છે કે જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે જાણી જોઇને કેટલીક બેઠકો પર નબળા ઉમેદવાર પસંદ કર્યા છે.
અખિલેશે જણાવ્યું છે કે મને એ વાત પર વિશ્વાસ નથી કે કોંગ્રેસે કોઇ પણ બેઠક પર નબળા ઉમેદવાર ઉતાર્યા હોય. કોઇ પણ પક્ષ આવું નહીં કરે.લોેકો તેમની સાથે નથી. ભાજપ અને કોંગ્રેસમાં કોઇ ફેર નથી.
આ દરમિયાન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે રાષ્ટ્રવાજ લોકોનો પ્રેમ છે અને દેશ માટે પ્રેમ છે. જેનો અર્થ થાય છે દેશની પ્રજા માટે માન. ભાજપના કોઇ કાર્યમાં પ્રજા માટે માન હોવાનું દેખાતું નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V9sCMQ
via Latest Gujarati News
0 Comments