
વોશિંગટન, 24 મે 2019, શુક્રવાર
અમેરિકાએ ચીનની ટેલીકોમ કંપની હુવાવે પર પ્રતિબંધ મુક્યો હતો પરંતુ તેમાંથી કંપનીને 90 દિવસને છુટી મળી છે. આ છુટ આપવા પાછળનું કારણ છે કે કંપનીને મોટી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ છુટ આપવામાં આવી છે. અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા વિભાગના જણાવ્યાનુસાર હુવાવે કંપનીને ગત સપ્તાહમાં એનટિટી લિસ્ટમાં મુકવામાં આવી હતી. આ લિસ્ટમાં જે કંપની હોય તે અમેરિકાની ફર્મ સાથે વ્યાપાર કરી શકતી નથી.
અમેરિકાના વાણિજ્ય સચિવ વિલ્બર રોસના જણાવ્યાનુસાર હુવાવેને સમય આપવાથી તેના ઉપકરણો પર નિર્ભર અમેરિકી અને અન્ય દેશોની કંપનીને નિર્ણય લેવાનો સમય મળશે. જો કે તેનાથી હુવાવેના ફોનનો ઉપયોગ કરતી કંપનીઓને સમસ્યા નડશે નહીં. ઉલ્લેખનીય છે કે હુવાવે દુનિયાની સૌથી મોટી ટેલીકોમ નિર્માતા કંપની છે. આ કંપની ચીનની છે અને અમેરિકાને શંકા હતી કે હુવાવે તેના ઉપકરણોથી જાસૂસી કરે છે. અમેરિકા આ આરોપ કંપની પર ઘણા વર્ષોથી લગાવી રહ્યું છે. તેણે અગાઉ તેના સહયોગી દેશોને તેનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરી હતી. જો કે હુવાવેએ પોતાના ઉપકરણોથી જાસૂસી થતી હોવાની વાતને ફગાવી છે. કંપનીનું કહેવું છે કે અમેરિકા સાથે તે વાતચીત કરી અને ગેરસમજ દૂર કરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QjmkV6
via Latest Gujarati News
0 Comments