281 કરોડનું હવાલા રેકેટ : આઇટી મ.પ્ર.ના સીએમ કમલનાથના સગાઓ અને નેતાઓને સમન્સ પાઠવશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર

લોકસભા ચૂંટણી દરમિયાન સપાટી પર આવેલા ૨૮૧ કરોડ રૂપિયાના હવાલા રેકેટની તપાસ હેઠળ આવકવેરા વિભાગ ટૂંક સમયમાં મધ્ય પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ અને મુખ્યપ્રધાન કમલનાથના સગાઓને સમન્સ પાઠવશે. 

આવકવેરા વિભાગના અધિકારીઓએ વધુમા જણાવ્યું છે કે ભોપાલ અને કમલનાથના મતવિસ્તાર છિંદવાડામાં કમલનાથના સહયોગીઓને પણ હાજર થવા નોટિસ મોકલશે. 

રોકડ રકમ અને હવાલા રેકેટનો સીધો સંબધ ચૂંટણી સાથે હોવાથી સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ પણ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડનારા કેટલાક ઉમેદવારોને નોટિસ મોકલશે. 

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે ગયા મહિનામાં દિલ્હી અને મધ્યપ્રેદશમાં ૫૨ સ્થળોએ દરોડા પાડયા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા અંગેનો અહેવાલ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)ને મોકલી દેવામાં આવ્યો છે. 

જો કે કમલનાથે આવકવેરા વિભાગના આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતાં. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે નકલી સ્ટેટમેન્ટ તૈયાર કર્યા છે. તેમણે પોતે આ સ્ટેટમેન્ટ તૈયાર કર્યા છે. તેમણે જાતે આ સ્ટેટમેન્ટ પ્રેસમાં આપ્યા છે. જો તેઓ રાજકારણ રમી રહ્યાં છે તો રાજકારણનો કોઇ અંત નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગ આ કેસની જડમૂળની તપાસ કરશે. તેમના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના છ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓે, કોંગ્રેસના નેતાઓ, જ્જય સરકારે રચેલા ફેડરેશનોના વડાઓ, બ્રિઝનેસ ગુ્રપના પ્રમોટરો, કમલનાથના પરિવારના સભ્યો અને તેમના બિઝનેસ પાર્ટનર સહિતના અગ્રણીઓએ પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XcxcXm
via Latest Gujarati News

Post a Comment

0 Comments