
લેબોરેટરીના આ દાવાને આધારે નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સમાં ફરિયાદ કરાઇ હતી
કંપનીએ બેબી શેમ્પુ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કર્યો
નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ(એનસીપીસીઆર)એ અમેરિકન મલ્ટીનેશનલ કંપની જોહ્નસન એન્ડ જોહ્નસનને કથિત ઘાતક કેમિકલ ધરાવતા પોતાના બેબી શેમ્પુની એક બેચને તાત્કાલિક પરત લેવાના નિર્દેશ આપ્યા છે.
જો કે કંપનીએ દાવો કર્યો છે કે તેનું શેમ્પુ સુરક્ષિત છે અને તેમાં ઘાતક કેમિકલ નથી. કંપનીએ દાવો કર્યો છે કે રાજસ્થાન સરકારની એક લેબોરેટરીમાં અજ્ઞાાત અને અનિર્દિષ્ટ પરીક્ષણ પધ્ધતિ કરવામાં આવેલા પરીક્ષણમાં ભૂલથી એ તારણ કાઢવામાં આવ્યું કે શેમ્પુમાં ઘાતક કેમિકલ છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારની એક લેબોરેટરીએ દાવો કર્યો છે કે કંપનીના બેબી શેમ્પુમાં ઘાતક કેમિકલ છે. જેના સંબધમાં એનસીપીસીઆરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદને ધ્યાનમાં લઇ એનસીપીસીઆરએ એપ્રિલમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખ્યું હતું કે તે બેબી શેમ્પુ અને ટેલકમ પાઉડરનું પરીક્ષણ કરે.
ેએનસીપીસીઆરએ કંપનીને નિર્ધારિત માપદંડમાં નિષ્ફળ રહેલ બેચનો પુરવઠો તાત્કાલિક પરત લેવાનો આદેશ આપ્યો છે.
કમિશને જણાવ્યું છે કે કથિત બેચ હજુ પણ પુરવઠામાં છે અને શક્ય છે કે જયપુરના ડ્રગ કન્ટ્રોલર ઓફિસરની નોટિસનું પાલન કરવામાં આવ્યું ન હોવાના કારણે ગ્રાહકોએ તેને ખરીદી લીધુ હોય.
એનસીપીસીઆરએ જણાવ્યું છે કે ઉપરોક્ત નિર્દેશોના સંબધમાં કંપનીએ શું કાર્યવાહી કરી તે અંગેનો અહેવાલ ૨૯ મે સુધીમાં સુપ્રત કરવાનો રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EBabWU
via Latest Gujarati News
0 Comments