(પીટીઆઇ) ચંદીગઢ, તા.16 મે, 2019, ગુરૂવાર
પંજાબમાં ૧૯ મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં વિવિધ એજન્સીઓએ રૃપિયા ૨૮૩ કરોડના ડ્રગ,દારૃ, સોનું અને રોકડ રકમ પકડી પાડી હતી.' રોકડ રકમ, દારૃ, સાયકોટ્રોફિક ટેબલેટ વગેરે મળીને કુલ રૃપિયા ૨૮૩ કરોડની માલ મત્તા કબજે કરી હતી'એમ પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.કરૃણા રાજુએ કહ્યું હતું. કુલ જપ્ત કરેલી માલ મતામાં ૮૧૦૨ કિલો સાયકોટ્રોફિક ટેબલેટનું એકલાનું જ મૂલ્ય રૃપિયા ૨૧૮ કરોડ થાય છે.
બિન હિસાબી નાણું રૃપિયા ૩૨.૦૭ કરોડ અને સોના જેવી મૂલ્યવાન રૃ. ૨૨.૫૬ કરોડની ઘાતુ પકડી પાડી હતી.ચૂંટણી પંચના આદેશના પગલે, અત્યાર સુધી ૯૭ ટકા લાયસન્સધારી શસ્ત્રો જમા કરાવી લીધા હતા. ઉપરાંત ૧૪૨ ગેરકાયદે શસ્ત્રો અને ૮૭૩ ગેરકાયદે સરંજામને પણ જપ્ત કર્યો હતો.દરમિયાન, ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું હતું કે રવિવારે પંજાબની ૧૩ લોકસભાની ચૂંટણીઓ યોજવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.
અધિક ડીજીપી આર.એન.ધોકેની સાથે મળી રાજુએ માહિતી આપી હતી કે સામાન્ય ચૂંટણીઓ માટે રાજ્યમાં ૧.૨૫ લાખ કર્મચારીઓ અને એક લાખ કરતાં વધુ સુરક્ષા દળના સભ્યોને તૈનાત કરાયા હતા. રાજુએ કહ્યું હતું કે રાજ્યમાં ૨૦૭૮૧૨૧૧ મતદારો છે જેમાં ૯૮૨૯૯૧૬ મહિલાઓ અને ૫૬૦ થર્ડ જેન્ડર. ઉપરાંત ૩૯૪૭૮૦ પહેલી જ વાર મત આપનાર યુવાનો છે.
રાજ્યની ૧૩ બેઠકો માટે ૨૪ મહિલાઓ સહિત ૨૭૮ ઉમેદવારો છે. રાજ્યમાં ૧૪૩૩૯ જગ્યાએ કુલ ૨૩૨૧૩ મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. તેમણે કહ્યું હતું કે ૧૯ મેની ચૂંટણીનું પ્રચાર ૪૮ કલાક પહેલાં બંધ કરાશે અને જેઓ નોંધાયેલા મતદારો નહીં હોય તેમને આ સમય દરમિયાન જે તે જગ્યા છોડી દેવી પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7Kveq
via Latest Gujarati News
0 Comments