
લંડન, તા.17 મે, 2019, શુક્રવાર
બ્રિટિશ રેસ્ટોરન્ટનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહકને વાઈન પીરસવામાં આમ તો એક નાનકડી ભૂલ થઈ હતી, પણ તેની કિંમતમાં જમીન-આસમાનનો ફરક હતો. ટ્વિટરમાં માન્ચેસ્ટરના હોક્સમૂરની હોટેલના માલિકે આ ઘટના જણાવી હતી.
બ્રિટનના માન્ચેસ્ટરના હોક્સમૂરમાં આવેલી માન્ચેસ્ટર સ્ટેકહાઉસ એન્ડ બાર નામના રેસ્ટોરન્ટના મેનેજરે એક વિચિત્ર ભૂલ કરી હતી, જે રેસ્ટોરન્ટને લાખો રૃપિયામાં પડી હતી.
રેસ્ટોરન્ટના માલિકે ગ્રાહકને ટેગ કરીને ટ્વિટરમાં ફોટો શેર કરતા લખ્યું હતું કે ગત રાત્રે તમારી પાર્ટી ખૂબ મજેદાર રહી હશે. કારણ કે અમારા મેનેજરે તમને ભૂલથી ૨૯૦ પાઉન્ડનો વાઈન પીરસવાને બદલે ૫ હજાર પાઉન્ડનો વાઈન પીરસી દીધો હતો.
હળવા અંદાજમાં લખાયેલી આ પોસ્ટ અને ઘટના ખૂબ વાઈરલ થઈ હતી. ગ્રાહકને ૨૯૦ પાઉન્ડ એટલે કે લગભગ ૨૫ હજારની વાઈનની બોટલ ઓર્ડર કરી હતી, પણ બંને બોટલ એક સરખી દેખાતી હોવાના કારણે મેનેજરના માધ્યમથી વેઈટરે ૫ હજાર પાઉન્ટ એટલે લગભગ ૪.૪૭ લાખ રૃપિયાની બોટલ ગ્રાહકને પીરસી દીધી હતી. તે પછી ય તેમને ભૂલ સમજાઈ ન હતી.
બીજા દિવસે રેસ્ટરન્ટના ધ્યાનમાં આ ભૂલ આવી હતી એટલે માલિકે ગ્રાહકને ટેગ કરીને હળવા અંદાજમાં મૂલ્યવાન વાઈન પીવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ખાસ તો ટ્વિટર ઉપર લોકોએ મોટી સંખ્યામાં વિવિધ કમેન્ટ્સ આપી હતી.
જૂના વાઈનની કિંમત વધુ હોય છે. ગ્રાહકને ભૂલથી જે વાઈનની બોટલ પીરસવામાં આવી હતી તે ૧૯ વર્ષ જૂની હતી. એટલે કે ૨૦૦૧માં એ વાઈનની બોટલ બની હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JofCg5
via Latest Gujarati News
0 Comments