
એપ્રિલ, 2018માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો 4.58 ટકા હતો
માર્ચ 2019માં ફુગાવો 2.86 ટકા હતો
ઓક્ટોબર, 2018માં ફુગાવો 3.38 ટકા હતો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 13 મે, 2019, સોમવાર
શાકભાજી, માંસ, માછલી અને ઇંડા સહિતની ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધવાને કારણે એપ્રિલમાં રિટેલ ફુગાવો વધીને ૨.૯૨ ટકા થયો છે. જે ૬ મહિનાની સર્વોચ્ચ સપાટી ધરાવે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ માર્ચ મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) ૨.૮૬ ટકા હતો. એપ્રિલ, ૨૦૧૮માં આ ફુગાવો ૪.૫૮ ટકા હતો.
એપ્રિલ મહિનાનો ફુગાવો ઓક્ટોબર, ૨૦૧૮ પછીનો સૌથી વધારે છે. ઓક્ટોબર, ૨૦૧૮માં રિટેલ ફુગાવો ૩.૩૮ ટકા હતો.
એપ્રિલ મહિનામાં ફૂડ બાસ્કેટનો ફુગાવો ૧.૧ ટકા હતો. જે માર્ચ કરતા ૦.૩ ટકા વધારે છે. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં શાકભાજીના ભાવમાં ૨.૮૭ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દર નક્કી કરતી વખતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવાને ધ્યાનમાં લેતી હોય છે.
જો કે એપ્રિલ, ૨૦૧૯માં ફળોના ભાવમાં એપ્રિલ, ૨૦૧૮ની સરખામણીમાં ઘટાડો થયો છે. ઇંધણ અને વીજળી સેક્ટરનો ફુગાવો ૨.૫૬ ટકા રહ્યો છે. જે ગયા મહિને ૨.૪૨ ટકા હતો.
આરબીઆઇની વ્યાજ દર અંગેની આગામી બેઠક જૂનના પ્રથમ સપ્તાહમાં મળનારી છે. ક્રિસિલ રિસર્ચના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ૨૦૧૮-૧૯ના ૩.૪ ટકાના ફુગાવાની સરખામણીમાં ૨૦૧૯-૨૦માં ફુગાવો ચાર ટકાની આસપાસ રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LFmmYU
via Latest Gujarati News
0 Comments