કેન્દ્રની ચાર જજોને સુપ્રીમમાં નિમવાની દરખાસ્તને મંજૂરી : કોર્ટમાં જજની સંખ્યા 31 થશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

કેન્દ્ર સરકારે ચાર જજોને સુપ્રીમ કોર્ટમાં નિમવાની દરખાસ્તને મંજૂર કરી હતી,એમ સૂત્રોએ આજે કહ્યું હતું. એક વાર વિધિવત તેમની નિમણુંક થઇ ગયા પછી દેશની સર્વોચ્ચ અદાલતમાં કુલ ૩૧ જસ્ટિસ કામગીરી બજાવશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં ૨૭ જજો કાર્યરત છે. સર્વોચ્ચ અદાલતમાં નિમણુંક પામેલા જજોમાં અનિરૂધ્ધ બોઝ, એ.એસ.બોપન્ના, બી.એર.ગવાઇ અને સૂર્ય કાંતનો સમાવેશ થતો હતો.

અગાઉ ક્ષેત્રિય પ્રતિનીધીત્વ અને સિનીયરિટીનું કારણ આગળ ધરી કેન્દ્રે જસ્ટિસ બોપન્ના અને બોઝના નામને  સુપ્રીમ કોર્ટના કોલેજીયમને પરત કર્યા હતા. પરંતુ ચાલુ મહિને પાસ કરેલા તેના ઠરાવમાં  કોલેજીયમે પોતે બોપન્ના અને બોઝની કરેલી ભલામણને માન્ય કરવા આગ્રહ કર્યો હતો. કોલેજીયમને કહ્યું હતું કે તેમની ક્ષમતા અંગે ક્યાંય કોઇ ઉલ્ટું જોવા મળ્યું નહતું.

કોલેજીયમે સર્વોચ્ચ અદાલતમાં નિમણુંક  માટે બી.આર. ગોવાઇ અને સૂર્ય કાંતના નામો પણ આપ્યા હતા. પાંચ સભ્યોના કોલેજીયમનું નેતૃત્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ કરે છે. આ બાબતને જાણનાર એક સૂત્રે કહ્યું હતું કે  રાષટ્રપતિની મંજૂરી મળી ગયા પછી આ બાબતનું જાહેરનામુ આજે અથવા તો ગુરૂવારે જારી કરાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QdWMsm
via Latest Gujarati News

Post a Comment

0 Comments