આ 3 ડ્રાયફ્રૂટ ડાયાબિટીસમાં આપશે રાહત, ચિંતામુક્ત થઈ કરો સેવન


અમદાવાદ, 16 મે 2019, ગુરુવાર

વર્તમાન સમયમાં ડાયાબિટીસ સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે. આ બીમારીની ઝપટમાં લાખો લોકો આવી ચુક્યા છે. આ બીમારી થવાનું મુખ્ય કારણ માનસિક તાણ, અનિયમિત જીવનશૈલી, ખાણીપીણીની આદતો છે. આ પ્રકારની આદતોથી શરીરમાં શુગરનું સ્તર વધી જાય છે અને શરીરમાં ઈંસુલિન બનતું બંધ થઈ જાય છે. ડાયાબિટીસ વારસાગત બીમારી પણ છે જે એકવાર થાય એટલે જીવનભર દવાઓની મદદ લેવી પડે છે. જો કે આ રોગને કાબૂમાં રાખવા માટે દવાઓ સાથે ખોરાક અને વ્યાયામનું પણ ખાસ ધ્યાન રાખવું. તો ચાલો ખોરાક માટે તમને આજે ખાસ ટીપ્સ આપીએ. જેમને ડાયાબિટીસ હોય તેમણે આ 3 ડ્રાયફ્રૂટનું સેવન કરવું જોઈએ. આ 3 ડ્રાયફ્રૂટ કુદરતી રીતે શરીરમાં ડાયાબિટીસ ઘટાડે છે. 

અખરોટ

અખરોટમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેમાં કેલેરીનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. અખરોડ ટાઈપ2 ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. કારણ કે તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે અખરોટ ખાતા વયસ્ક લોકોમાં તેનું સેવન ન કરતાં લોકોને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે. નિષ્ણાંતો અનુસાર 3 ચમચી અખરોટ નિયમિત ખાવાથી ટાઈપ2 ડાયાબિટીસ47 ટકા ઘટી જાય છે. 

બદામ

બદામનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી જવાની સમસ્યા વારંવાર થતી નથી. એક સંશોધન અનુસાર બદામ ખાવાથી શરીરમાં ઈંસુલિન બનવા લાગે છે જેનાથી શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. 

કાજૂ

કાજૂ એક લો ફેટ મેવો છે જેમાં 75 ટકા આલેઈક એસિડ હોય છે. જેને મોને સેચુરેટિડ ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાજૂ શરીરમાં બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત કરે છે. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VIWD6r
via Latest Gujarati News

Post a Comment

0 Comments