આ પાન ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય છે લાભ


અમદાવાદ, 16 મે 2019, ગુરુવાર

પાનનો ઉપયોગ આપણે વિવિધ રીતે કરીએ છીએ. આપણી સંસ્કૃતિમાં પાનને મુખવાસ તરીકે, પૂજામાં પવિત્ર પાન તરીકે થાય છે. આ પાનથી સ્વાસ્થ્યલક્ષી લાભ પણ થાય છે. આ પાન અનેક રોગને દૂર કરે છે. આ પાનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ટૈનિન, કૈલ્શિયમ, ફોસ્ફોરસ, આયોડીન તેમજ પોટેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. તો ચાલો હવે જાણી લો કે સ્વાસ્થ્યને સુધારે તેવું પાન કેવી રીતે બનાવવું. 

1. આયુર્વેદ અનુસાર હળદરના ટુકડા કરી તેને શેકી અને પાનમાં રાખી ખાવાથી શરદી, ઉધરસ મટે છે.

2. રાત્રે ઉધરસ થતી હોય તો પાનમાં અજમા અને મુલેઠીનો ટુકડો ઉમેરી ખાવું.

3. બાળકોને કફ થઈ ગયો હોય તો પાનનો શેક કરવો. 

4. પાનના 2.3 પત્તા લઈ તેનો રસ કરી અને મધ ઉમેરી દિવસમાં બે વાર ખાવું.

5. મોંમા ચાંદા પડી ગયા હોય તો પાન પર થોડો કાથો લગાવી અને તેને ચાવવું. પાનને પાણીમાં ઉકાળી અને તેનાથી કોગળા કરવાથી પણ રાહત થાય છે. 

6. વારંવાર નાકમાંથી લોહી નીકળતું હોય તો પાનને રુમાલમાં રાખી સુંઘવું. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HyVPqW
via Latest Gujarati News

Post a Comment

0 Comments