યુવતીઓ પોતાના ચહેરા અને વાળની સુંદરતાને જાળવવા માટે કેટકેટલા પ્રયત્નો કરતી હોય છે. પરંતુ બહુ ઓછી છોકરીનું ધ્યાન પોતાની નાભિ એટલે કે ડુંટી તરફ જાય છે. તેથી જ તેની પર કાળાશ આવી જાય છે. જેના લીધે ડુંટીની નીચે સાડી કે ક્રોપ ટોપ જેવી ફેશન કરવામાં સંકોચ થાય છે. જો તમને આવું થયુ હોય તો નીચેના નુસખાઓ અપનાવીને તમે તમે તેની સુંદરતાને પાછી લાવી શકો છો.
બટાટા - અડધુ બાફેલુ બટાટુ લઇને નાભિ પર ઘસો. થોડા દિવસ આમ કરવાથી ત્યાંની કાળાશ જતી રહેશે.
પેસ્ટ - ચારોળીમાં મધ, લીંબુ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને નાભિ પર લાગવશો તો થોડાં દિવસોમાં જ ફેર દેખાવા લાગશે. તમે આ પેસ્ટથી ઘુટણ અને કોણીની કાળાશ પણ દૂર કરી શકો છો.
મુલતાની માટી - એક ચપટી મુલતાની માટીમાં ૨-૩ ટીપાં બદામનું તેલ, લીંબુનો રસ અને ગુલાબજળ નાખીને પેસ્ટ બનાવો. સ્નાન કરવાના ૨૦ મિનિટ હેલા તેને નાભિ પર લાગવી લો. થોડાં જ દિવસોમાં નાભિ સુંદર દેખાવા લાગશે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VnAl52
via Latest Gujarati News
0 Comments