જયપુરમાં દિવ્યાંગ ભાઇની હત્યા કરવા બદલ 42 વર્ષના ભાઇને ફાંસીની સજા


રામ પ્રસાદે 23 ફેબુ્રઆરીના રોજ જંગી મેદની વચ્ચે નાના ભાઇ મોતીની હત્યા કરેલી

જયપુર, તા. 28 મે, 2019, મંગળવાર

શહેરના ભટ્ટા બસ્તીમાં માનવતાને શરમાવે તેવી એક ઘટનામાં સગા ભાઇએ પોતાના અપંગ ભાઇની જંગી મેદની સમક્ષ હત્યા કરી દીધી હતી અને ત્યાર પછી તેના મૃત શરીર પર પગ મૂકી બીડી પણ પીધી હતી. અત્રેની સ્થાનિક કોર્ટે ૪૨ વર્ષના રીઢા ગુનેગાર અને હત્યારાને ફાંસી આપી હતી.જયપુર મેટ્રોપોલીટન નંબર ૧૪ના  અધિક જિલ્લા અને સેશન કોર્ટના જજે રામ પ્રસાદ સાહુને સોમવારે ફાંસીની સજા આપી હતી.

રામ પ્રસાદ નામનો આ ગુનેગાર અગાઉ પણ જન્મટીપની સજા ભોગવી ચૂક્યો હતો અને હજુ પણ તેની સામે ત્રણ કેસ બાકી છે. તેની સામે કલમ ૩૦૨ લગાડવામાં આવી હતી. ૨૩ ફેબુ્રઆરી, ૨૦૧૭ના રોજ સરેરાહ જંગી મેદની સામે એણે પોતાના ભાઇ મોતીની હત્યા કરી દીધી હતી.જજે નોંધ્યું હતું કે રામ પ્રસાદના વ્યવહારમાં કોઇ સુધારો થાય તેની શક્યતા ખૂબ ઓછી છે. આવા માણસો સમાજ માટે જોખમરૂપ હોય છે, એમ સરકારી વકીલ આલોક શર્માએ પત્રકારોને કહ્યું હતું.

શહેરના ભટ્ટા બસ્તી વિસાતરમાં ઘટના બની હતી. શર્માએ કહ્યું હતું કે આ નિર્દયી હત્યારાએ મારી નાંખેલા પોતાના ભાઇની લાશ પર પગ મૂકી બીડી પીધી હતી. રામ પ્રસાદે અગાઉ ૧૪ વર્ષની જેલ ભોગવી હતી અને હજુ તેની સામે અડધા ડઝન જેટલા કેસ બાકી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I62poK
via Latest Gujarati News

Post a Comment

0 Comments