ક્રૂડ ઉછળીને ૭૦ ડોલર ઉપર : રૂપિયો તૂટયો

મુંબઈ, તા. 28 મે, 2019, મંગળવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  ભાવ નીચા ઉતર્યા હતા. વિશ્વ બજાર નરમ હતી. વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચા જતાં  સોનાના ભાવ  નીચા ઉતર્યા હતા. ઘરઆંગણે પણ કરન્સી બજારમાં  રૂપિયો ગબડયો હતો સામે ડોલરના ભાવ ઉછળ્યા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ વધતાં ઘરઆંગણે કરન્સી બજારમાં  રૂપિયો નબળો પડયો હોવાનું   બજાર જણાવી રહ્યા હતા.   દરમિયાન, મુંબઈ મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૫૧ વાળા રૂ.૬૯.૬૫  ખુલી ઉંચામાં  રૂ.૬૯.૭૪  તથા નીચામાં  ભાવ રૂ.૬૯.૬૦  થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૬૯.૬૮ રહ્યા હતા.  

આજે ડોલરના ભવા ૧૭ પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ પાંચ પૈસા વધી ૮૮.૨૬થી ૮૮.૨૭ હતા. યુરોના ભાવ ૧૩ પૈસા વધી રૂ.૭૯.૯૩થી ૭૯.૯૪  હતા.  ચાલુ બજારે યુરોના ભાવ ઉંચામાં રૂ.૭૮ વટાવી ૭૮.૦૫ સુધી ગયા હતા.  વિશ્વ બજારમાં ડોલર વધતાં સોનાના ભાવ ઔંશના ઘટી નીચામાં  ૧૨૭૭.૨૦  ડોલર થઈ સાંજે ૧૨૭૮.૨૦થી ૧૨૭૮.૩૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી  વગર ૯૯.૫૦ના ૩૧૭૧૫ વાળા ઘટી સાંજે રૂ.૩૧૬૨૫ હતા. જ્યારે  ૯૯.૯૦ના ભાવ ઘટી સાંજે  ૩૧૭૭૫ હતા. જ્યારે  જીએસટી સાથેના ભવા આ ભાવથી ૩ ટકા ઉંચા હતા.  દરમિયાન મુંબઈ બજારમાં   આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૬૩૮૦ વાલા રૂ.૩૬૧૭૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ વધુ ગબડી ૩૬ હજારની અંદર ઉતરી ૩૫૮૫૦ બોલાઈ રહ્યા હતા.

જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૫૦થી ૧૩૦૦ ઉંચા રહ્યા હતા.  વિશ્વ ેબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઘટી સાંજે ૧૪.૩૦થી ૧૪.૩૧ ડોલર રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ સાંજે ઘટી ૮૦૫.૭૦થી ૮૦૫.૮૦ ડોલર તથા પેલેડિયમના ભાવ ૧૩૩૭.૨૦થી ૧૩૩૭.૩૦ ડોલર રહ્યા હતા.   ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ જોકે સાંજે ૦.૨૦થી ૦.૨૫ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.

ચીન સાથે વેપાર કરાર કરવા અમેરિકાના પ્રમુખ પર દબાણ વધ્યાના સમાચાર હતા.  આના પગલે વિશ્વ બજારમાં ડોલરના ભાવ ઉંચેથી ફરી નીચા  આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકામાં  આવતા ચીનના પ્રવાસીઓ ઘટીને આ વર્ષે ૧૫ વર્ષના તળિયે  ઉતર્યાના  વાવડ હતા. 

વિશ્વ બજારમાં  ડોલર સામે ચીનની કરન્સીમાં મંદીને વેપાર કરનારને   ફટકો પડસે એવી ચેતવણી ચીનની સરકારે મંદીવાળાઓને આપી  હોવાની ચર્ચા  આજે વિશ્વ બજારમાં સંભળાઈ હતી.  દરમિયાન વિશ્વ ેબજારમાં  ક્રૂડતેલના ભાવ વધ્યા છે.  બ્રેન્ટક્રૂડના ભાવ વધી સાંજે  બેરલના ૭૦.૦૬ ડોલર રહ્યાના સમાચાર હતા.   ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૫૯.૨૫થી ૫૯.૩૦ ડોલર હતા.  વિશ્વ બજારમાં  ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ ઉંચકાઈ છે. 

કોપરના ભાવ લંડન એક્સ.માં વધી ટનના ૩ મહિનાની ડિલીવરીના ૫૯૮૦થી ૫૯૮૫  ડોલર હતા.  ટીનના ભાવ ૧૯૨૩૭ ડોલર, નિકલના ભાવ ૧૨૨૪૭ ડોલર,  એલ્યુમિનિયમના ૧૮૦૭ ડોલર જસતના ૨૫૭૮ ડોલર તથા સીસાના ભાવ ૧૮૨૩ ડોલર હતા. કોપરનો સ્ટોક ૨૫૦ ટન ઘટયો હતો. ઉપરાંત એલ્યુમિનિયમનો, સીસાનો, જસતનો સ્ટોક ઘટયો હતો જ્યારે  ત્યાં નિકલનો તથાટીનનો સ્ટોક ઘટયાના નિર્દેશો મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EGNRv3
via Latest Gujarati News

Post a Comment

0 Comments