
સૈન ફ્રાંસિસ્કો, 17 મે 2019, શુક્રવાર
એપલ કંપની આઈફોન 5જી ચિપને છ વર્ષના અંતરાલ પછી જાતે બનાવી બજારમાં ઉતારવાની યોજના બનાવી રહી છે. એક રીપોર્ટ અનુસાર એપલ કંપની એવા ઉપકરણો બનાવવામાં લાગી છે કે જે સુપરફાસ્ટ 5જી કનેક્ટિવિટી સાથે કામ કરી શકે. સૂત્રો અનુસાર કંપનીના ઈંજીનિયરોંને પોતાના મોડમને તૈયાર કરવા માટે 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલું જ નહીં એપલએ પોતાની 5જી ચિપ બનાવવા માટે પ્રોજેક્ટ માટે ઈંજીનિયરોંની નિયુક્તિ પણ શરૂ કરી દીધી છે. જે મોડમ આઈફોન તેમજ મોબાઈલ નોટવર્કને જોડશે.
આ પહેલા કંપનીએ 5જી મોડમ બનાવતી અગ્રણી કંપની ક્વાલકોમની લાયસન્સ ફી માટે થયેલા વિવાદ પછી સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ બંને કંપની વચ્ચે ચાલતો કેસ એપ્રિલ માસમાં પૂર્ણ થયો છે. આ સમજૂતી અનુસાર એપલએ ક્વાલકોમ 5જી ચિપ પોતાના 5જી સપોર્ટ કરતાં આઈફોન માટે પ્રયોગ કરવા સહમતિ દર્શાવી છે જે 2020માં લોન્ચ થશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EgytoX
via Latest Gujarati News
0 Comments