
સૈન ફ્રાંસિસ્કો, 17 મે 2019, શુક્રવાર
ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલાનું ફેસબુક લાઈવ કર્યાની ઘટના પછી ફેસબુકએ લાઈવ સ્ટ્રીમિંગ કરવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. ફેસબુકએ લાઈવ સ્ટ્રીમિંગના નિયમોને વધારે કડક કર્યા છે. ફેસબુકની સંશોધિત નીતિઓ અંતર્ગત જે વ્યક્તિ ફેસબુકની આ નીતિઓનું ઉલ્લંઘન કરશે તેને નિશ્ચિત સમય માટે લાઈવ સ્ટ્રીમિંગમાં બ્લોક કરી દેવામાં આવશે. પહેલીવાર નિયમ ભંગ કરનારને 30 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.
ફેસબુકના ઈંટીગ્રીટી વિભાગના ઉપાધ્યક્ષ ગાય રોસનએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે અપરાધોની સંખ્યા વધવાથી લાઈવમાં વન સ્ટ્રાઈક નીતિ લાગૂ કરવામાં આવી છે. જેમકે જો કોઈ આતંકવાદી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનની લિંક શેર કરશે તો તેને તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચ શહેરમાં બે મસ્જિદો પર માર્ચ માસમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર 24 કલાક ચાલ્યું હતું. આ હુમલામાં 51 લોકોના મોત થયા હતા અને આ વીડિયો ફેસબુક પરથી ડિલીટ થતાં સુધીમાં 4000 લોકોએ જોયો હતો. આ ઘટના બાદ ફેસબુકની ઘણી આલોચના થઈ હતી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WO53WA
via Latest Gujarati News
0 Comments