ટિમ કુક પણ છે નોટિફિકેશન્સથી પરેશાન, હંમેશા બંધ રાખવાનું જાણો કારણ


નવી દિલ્હી, 17 મે 2019, શુક્રવાર

મોબાઈલ ફોન આજે વિશ્વભરના લોકો માટે વ્યસન સમાન બની ગયા છે. આ વ્યસન એટલું ફેલાયું છે કે પોપ ફ્રાંસિસને રોમમાં હાઈસ્કૂલના બાળકોને ફોનથી દૂર રહેવા સલાહ આપવી પડી છે. ત્યારે એપલના સીઈઓ ટિમ કુકએ પણ પોપની આ વાત સાથે સહમતિ દર્શાવી છે. ટિમએ જણાવ્યું છે કે દરેક વયના લોકો એક દિવસમાં પોતાનો ફોન હજારો વખત ચેક કરે છે. જોકે એપલની 2018ના એક રીપોર્ટ અનુસાર કંપનીના સીઈઓ પોતે પણ નોટિફિકેશન ઓફ રાખે છે. 

ટિમ કુકએ જણાવ્યું હતું કે એપ્સના કારણે એવું થાય છે કે જે લોકોને ઈંટરેક્શન માટે વારંવાર આકર્ષે છે, જેથી તે વધુ સંખ્યામાં જાહેરખબર મેળવી શકે. તેમણે જણાવ્યું હતું કે એપલના સ્ક્રીન ટાઈમની રીપોર્ટ પરથી તેમણે જ્ઞાન લઈ અને એપ નોટિફિકેશન ઓફ કરી દીધા છે. ટિમ કહે છે કે જ્યારે નોટિફિકેશનની જરૂર નથી તો તેના કારણે હેરાન શા માટે થવું. નોટિફિકેશન લોકોની લાઈફને સુધારી નથી શકતા તો તેનાથી દૂર રહેવું જોઈએ. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7dK13
via Latest Gujarati News

Post a Comment

0 Comments