ચીનની કંપની હુવાવેને બ્લેકલિસ્ટ કરતું અમેરિકા, સુરક્ષાનું દર્શાવ્યું કારણ


વોશિંગટન, 17 મે 2019, શુક્રવાર

અમેરિકાએ દુનિયાની સૌથી મોટી ટેલીકોમ ઉપકરણ બનાવતી કંપની હુવાવે પર પ્રતિબંધ લગાવી દીધો છે. યૂએસના વાણિજ્ય વિભાગએ હુવાવેને એનટિટી લિસ્ટમાં મુકવા જાણકારી આપી હતી. આ લિસ્ટમાં જે કંપનીનું નામ હોય છે તે અમેરિકી સરકારની મંજૂરી વિના અહીંની કંપનીઓ પાસેથી કંપોનેંટ અને અન્ય ટેકનીકલ મદદ ખરીદી શકતી નથી. અમેરિકાના વાણિજ્ય સચિવ વિલ્બર રોસએ જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ નથી ઈચ્છતા કે અન્ય દેશોની કંપની દ્વારા અમેરિકી ટેકનીકનો ઉપયોગ કરી અને સુરક્ષા તેમજ વિદેશ નીતિને જોખમ પહોંચાડે.

અમેરિકાના આદેશ અનુસાર ત્યાંની કંપનીઓ એવા ઉપકરણોનો ઉપયોગ નહીં કરે જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોય. જો કે આ આદેશમાં કોઈ દેશ કે કંપનીનું નામ નથી. પરંતુ અમેરિકાએ હુવાવેના ઉપકરણોથી જાસૂસી થતી હોવાનું જોખમ વ્યક્ત કર્યું છે. તેણે સહયોગી દેશોને પણ જણાવ્યું છે કે તે 5જી સેવાઓમાં હુવાવેના નેટવર્કનો ઉપયોગ નહીં કરે. 

જો કે બીજી તરફ હુવાવેએ પોતાના ઉપકરણોથી સુરક્ષાને કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યાનુસાર તે અમેરિકા સાથે વાતચીત કરી અને તમામ મતભેદ દૂર કરવા તૈયાર છે. હુવાવે પર અમેરિકાએ મુકેલા પ્રતિબંધથી યૂએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધી છે. અમેરિકાએ 10 મેના રોજ 200 અરબ ડોલરના ચાઈનીઝ ઈંપોર્ટ પર ટેક્સ વધારી 25 ટકા કરી દીધો છે. જ્યારે ચીનએ 60 અરબ ડોલરના અમેરિકી ઈંપોર્ટ પર ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે તેને 1 જૂનથી લાગૂ કરવામાં આવશે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JM58qc
via Latest Gujarati News

Post a Comment

0 Comments