આ રીતે એઆઈ મશીન સામાન્ય માણસને કરશે મદદ


લંડન, 17 મે 2019, શુક્રવાર

આબેહૂબ માણસ જેવા દેખાતા આ મશીનનું નામ આલ્ટર છે. આ તસવીર લંડનની એક પ્રદર્શનીની છે. આલ્ટરને રોબોટ નિર્માતા હિરોશી ઈશિગુરોએ ડિઝાઈન કર્યો છે. માણસ અને આર્ટિફિશિયલ ઈંટેલિજન્સના સંબંધોને સારી રીતે દર્શાવવા માટે આ ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું નામ મોર ધેન હ્યુમન રાખવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ખાસ તો એ દર્શાવવામાં આવ્યું કે આ મશીન સામાન્ય માણસને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. 

આ પ્રદર્શનીમાં દુનિયાભરના શોધકર્તાઓ જોડાયા હતા. જેમણે મનુષ્યની મદદ મશીન કેવી રીતે કરશે તે દર્શાવાયું હતું. આ પ્રદર્શનીમાં દુનિયાભરના આર્ટિસ્ટ, વૈજ્ઞાનિક અને એઆઈ શોધકર્તાઓના 200થી વધારે ઈંસ્ટાલેશન પણ લગાવાયા છે. જાપાનની રોબોટ નિર્માતા ટીમ લૈબની કલા અને વિજ્ઞાનને જોડી અને ઈનોવેશન સૌથી વધારે ચર્ચામાં છે. આ પ્રદર્શની આગામી ઓગસ્ટ માસ સુધી ચાલશે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JpqTfZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments